સ્ટર્લિંગ હોસ્પિટલ્સ જૂથ કે જેઓ વર્ષોથી સમગ્ર ગુજરાત અને પશ્ચિમ ભારતમાં પોતાના શ્રેષ્ઠ-ઇન-ક્લાસ તબીબી સેવાઓ માટે દીવાદાંડી બની છે, તેમણે આજે સ્ટિમ્યુલેટિંગ એક્સેલન્સ ઈન કાર્ડિયોલોજી એન્ડ હેલ્થકેર ની થીમ પર 2 દિવસીય સ્ટર્લિંગ કાર્ડિયોલોજી સમિટ 2022નું આયોજન કરવાની જાહેરાત કરી છે. કાર્ડિયોલોજી અને હેલ્થકેરના ક્ષેત્રમાં થી 40 થી વધુ અનુભવી અને વરિષ્ઠ વક્તાઓ આ બે દિવસીય સમિટમાં ભાગ લેશે અને કાર્ડિયોલોજીના સ્પેક્ટ્રમમાં વૈશ્વિક જ્ઞાનને જાણવી અને એના પર ચર્ચાઓ કરી પોતાને ઉપ ટૂ ડેટ કરશે.
ક્રિસ્ટાર બેન્કવેટ્સ, હેબતપુર સર્કલ, થલતેજ ખાતે 26મી નવેમ્બરે ઉદ્ઘાટન થનારી આ 2 દિવસીય મેગા સમિટમાં કેટલાક પ્રતિષ્ઠિત ફેકલ્ટીની હાજરી જોવા મળશે જેમકે ડૉ. અત્સુશી હિરોહતા, વાઇસ પ્રેસિડેન્ટ, સાકાકીબારા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, કાર્ડિયોવેસ્ક્યુલર મેડિસિન વિભાગ, ઓકાયમા પ્રીફેક્ચર, જાપાન, સમિટના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી અને ડાયરેક્ટર – ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી, સ્ટર્લિંગ હોસ્પિટલના – ડો. રસેશ પોથીવાલા, સમિટના માનનીય પેટ્રોન અને સ્ટર્લિંગ હોસ્પિટલ્સ જૂથના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ – ડો. સિમમરદીપ. એસ. ગિલ, અને ગુજરાત રાજ્યના જાણીતા જનરલ ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ અને એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ અમદાવાદના કોષાધ્યક્ષ ડૉ. નેહલ સાધુ. આમના સાથે કાર્ડિયોલોજી અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીથી સંકરાયેલ ઘણા જાણીતા ડૉક્ટર્સ અને હેલ્થકેર પ્રેક્ટિશનર અને સમિટના વક્તાઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમિટના બીજું દિવસ ભી બહુ જ્ઞાનપ્રદ અને રસપ્રદ હશે જેનું આયોજન હોટેલ ITC નર્મદા, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે સવારે 9 વાગ્યાથી યોજાશે.
તેમના વિચારો શેર કરતા સ્ટર્લિંગ કાર્ડિયોલોજી સમિટ ૨૦૦૨ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી અને ડિપાર્ટમેન્ટ ઑફ કાર્ડિયોલોજી, સ્ટર્લિંગ હોસ્પિટલ્સના, ડિરેક્ટર ડૉ. રસેશ પોથીવાલા (MD ,DNB -કાર્ડિયો) એ જણાવ્યું હતું કે, “આપણું હૃદય આપણા શરીરના અન્ય ઘણા અવયવોમાં એક મહત્વપૂર્ણ અંગ કહેવાય છે. પછી ભલે તે શાળામાં હોય કે કામ પર, લોકો સતત તણાવમાં રહે છે, જે વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તરફ દોરી જાય છે. હ્રદયની તંદુરસ્તી એક એવો વિસ્તાર છે કે જેણે હંમેશા ખૂબ કાળજી રાખવી જોઈએ. અમદાવાદમાં કાર્ડિયોલોજિસ્ટસ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસઓર્ડર અથવા હ્રદયના રોગોથી પીડાતા લોકોને મદદ કરે છે. આ ભયંકર રોગચાળા પછી અમને સમજાયું કે આપણે કાર્ડિયોલોજીના સ્પેક્ટ્રમમાં જ્ઞાન અને વૈશ્વિક તકનીકી જાણકારીમાં પોતાને અપડેટ રાખવાની જરૂરિયાત છે અને તેથી અમે વિચારોની આપ-લે કરવા માટે અને એકબીજાના અનુભવોમાંથી શીખવા માટે આ સમિટનું પરિકલ્પના કર્યું . હું આ સમિટમાં જોડાવા બદલ જાપાન ના અનુભવી તબીબ ડૉ. અત્સુશીનો આભાર માનું છું અને સાથે સાથે અમારા તમામ પ્રતિષ્ઠિત મહેમાનો, વક્તાઓ અને તબીબી સમુદાયના મારા સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જેમણે એકસાથે આવીને આ કાર્યક્રમને ખુબ જ સફળ બનાવવા માટે અમારા સાથે હાથ મિલાવ્યા છે.”
જાપાનના સાકાકીબારા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ગ્લોબલ ગેસ્ટ ફેકલ્ટી – ડૉ. અત્સુશી હિરોહતાએ શેર કર્યું, “હું આ 2 દિવસીય સમિટ દરમિયાન TERUMO સત્ર પ્રસ્તુત કરવા માટે ઉત્સુક છું. ઓકાયામાની સાકાકીબારા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જાપાનની સૌથી પ્રતિષ્ઠિત કાર્ડિયોવેસ્ક્યુલર સંસ્થાઓમાંની એક છે, અને તેની સ્થાપના 1932માં ડૉ. તોરુ સાકાકીબારા દ્વારા કરવામાં આવી હતી, જેમણે 16 ડિસેમ્બર, 1936 ના રોજ અમારા દેશમાં પ્રથમ વખતજાળી વીંટાળવાની તકનીકના ઉપયોગથી હૃદયના છરાના ઘા માટે સફળતાપૂર્વક જીવનરક્ષક ઓપરેશન કર્યું હતું. અમે 21મી સદીના તબીબી સ્તરોથી ઘણી આગળ અદ્યતન તબીબી સેવાઓ પ્રદાન કરીએ છીએ. સ્ટર્લિંગ હૉસ્પિટલ્સમાં અદ્યતન સુવિધાઓ જોઈને અને સ્ટર્લિંગ કાર્ડિયોલોજી સમિટ – 2022નું આયોજન કરવા માટેની આયોજક સમિતિ દ્વારા કરવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાની કામગીરી જોઈને મને આનંદ થાય છે અને હું માનું છું કે આવા સમિટ આજના સમયની જરૂરિયાત છે. હું સ્ટર્લિંગ કાર્ડીઓલોજી સમિટના સંપૂર્ણ ટીમ ને અભિનંદન પાઠવું છું.”
સ્ટર્લિંગ ગ્રૂપ ઑફ હોસ્પિટલ્સના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ તથા સ્ટર્લિંગ કાર્ડિયોલોજી સમિટ ૨૦૨૨ના આદરણીય પેટ્રોન ડૉ. સિમમરદીપ એસ ગિલ એ શેર કર્યું કે , “સ્ટર્લિંગ ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સમાં, અમે સાચા અર્થમાં માનીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને જીવનનો ત્યાગ ન કરવો જોઈએ અને આ જીવન પ્રકૃતિની સૌથી સુંદર ભેટ છે. અમારી નિષ્ણાત ડોક્ટરોની ટીમ, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ટેક્નોલોજી અને કરુણાપૂર્ણ સંભાળ સાથે, અમે દરેક શક્ય જીવનને સાજા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમજ હું માનું છું કે 2 દાયકાનો સમૃદ્ધ અનુભવ ધરાવનાર ગુજરાતની સૌથી મોટી કોર્પોરેટ હોસ્પિટલ્સ ચેઇનમાંની એક તરીકે અને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીધામમાં અમારી ટરશીયરી સંભાળ હોસ્પિટલો અને કેન્સર કેન્દ્રો સાથે, આવા અર્થપૂર્ણ કાર્ડીલોજી સમિટ અને જ્ઞાનની આપલે કરવા માટેના આવું મંચોનું આયોજનમાં નેતૃત્વની કરવું એ અમારી જવાબદારી છે. હું ડૉ. રસેશ પોથીવાલાને તેમના અદ્ભુત સંકલન માટે અભિનંદન આપું છું અને ડૉ. અનિલ કુલશ્રેષ્ઠ અને ડૉ. નેહલ સાધુને મારી હાર્દિક શુભકામનાઓ કે જેમણે અમારી સાથે જોડાઈને આ કાર્યક્રમને ખરેખર વધુ અર્થપૂર્ણ બનાવ્યા છે.”
15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા રાજ્યના જાણીતા જનરલ ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ અને એસોસિએશન ઑફ ફિઝિશિયન ઑફ અમદાવાદના કોષાધ્યક્ષ ડૉ. નેહલ સાધુ, (એમબીબીએસ, એમડી) એ આ સમિટ વિષયે જણાવ્યું કે, “વર્ષ 1970 થી, અમદાવાદના ફિઝિશિયન્સનું સંગઠન હંમેશા થી પાથ બ્રેકિંગ અને સ્વપ્નદ્રષ્ટા સમીટ્સ અને ફોરમ્સમાં સક્રિયપણે ભાગ લઇ રહ્યા છીએ અને એટલે અમને સ્ટર્લિંગ કાર્ડીઓલોજી સમિટ ૨૦૨૨માં સાંકળવામાં ગર્વ છે. હું ડો. રસેશ પોથીવાળા ના સાથે સાથે સમગ્ર સ્ટર્લિંગ હોસ્પિટલ પરિવારને અભિનંદન આપું છું જેમને આવા રસપ્રદ વક્તાઓ સાથે આવી અર્થપૂર્ણ સમિટની કલ્પના કરી અને મને ખાતરી છે કે આ સમિટમાં અમારા જૂથનો સહયોગ સાથે વધુ ચર્ચાઓ અને વિચારોનું અર્થપૂર્ણ આદાનપ્રદાન થશે. આ સમિટના એક માસ્ટર ઓફ સેરેમોની ના જવાબદારી સાથે, હું કેટલાક મજેદાર સત્રોની રાહ પણ જોઈ રહ્યો છું. આ તક આપવા માટે હું ફરીથી સ્ટર્લિંગ કાર્ડિયોલોજી સમિટનો આભાર માનું