ઇન્ટરનેટ પર અમારી નિર્ભરતા વધી રહી છે. ઇન્ટરનેટ અમારા માટે જેટલા પ્રમાણમાં જરૂરી છે તેના કરતા આગામી પેઢીમાં આની જરૂરિયાત વધારે રહેનાર છે. બીજી બાજુ જોવામાં આવે તો આ દુનિયામાં સામેલ થવાના કેટલાક નુકસાન દેખીતા રહ્યા છે. ઇન્ટરનેટની દુનિયામાં બાળકોને સુરક્ષિત કઇ રીતે રાખી શકાય છે તે વિષય પર આજે અમે ચર્ચા કરવા જઇ રહ્યા છે. સ્માર્ટ ફોનની ટેવના સંબંધમાં જે સંકેત મળે છે તેને લઇને સાવધાન થવાની જરૂર છે. બાળકોની જરૂરિયાતને નજરઅંદાજ કરી શકાય નહી પરંતુ બાળકોને સુરક્ષિત રાખવાની પણ જરૂર રહેલી છે. બાળકને દુનિયાની સાથે કદમ મિલાવીને ચાલવાની જરૂર છે. સાથે સાથે તેને સુરક્ષિત રાખવાની પણ જરૂર છે. કોિ પણ ચીજના લાભની સાથે સાથે નુકસાન પણ જાડાયેલા રહે છે. ઇન્ટરનેટની સાથે પણ આ બાબત લાગુ થાય છે. કદાચ આ જ પક્ષ માતા પિતાને ચિંતિત પણ કરે છે. ઇન્ટરનેટ અમે ફોન અને કોમ્પ્યુટરના માધ્યમથી ઉપયોગ કરીએ છીએ. તેનામાંથી નિકળનાર રોશનની સામે વધારે પ્રમાણમાં બેસવાથી આંખને ખુબ ખરાબ નુકસાન થાય છે. સાથે સાથે રાત્રી ગાળામાં તેના ઉપયોગથી નીંદને માઠી અસર થાય છે. વધારે પ્રમાણમાં ઇન્ટરનેટના ઉપયોગથી બાળકોની રમતગમતની પ્રવૃતિ ઓછી થઇ જાય છે. જેના કારણે તેના શારરિક વિકાસ પર માઠી અસર થાય છે. આ ઉપરાંત ઇન્ટરનેટની ફ્રિક્વન્સી પણ તેના દિમાગ પર સીધી રીતે અસર કરે છે. દસ વર્ષની વય સુધી બાળકોને ઇન્ટરનેટનો ઉપયોગ પોતાની હાજરીમાં કરવાની છુટ આપવી જાઇએ. એટલે કે બાળકો જ્યારે એકલા હોય ત્યારે તેમને ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની મંજુરી કોઇ કિંમતે આપવી જાઇએ નહીં. જા બાળક કાર્ટુન, ઇ-સ્ટોરી અથવા તો અભ્યાસ સાથે સંબંધિત ચીજા ઇન્ટરનેટ પર જાવા માટે ઇચ્છુક છે તો તેને પોતે બેસીને બતાવવાની જરૂર હોય છે. ઇ-ગેમ્સ રમતી વેળા પણ સાવધાની જરૂરિ હોય છે. આ બાબત નક્કી કરવાની હોય છે કે બાળક કયા પ્રકારની રમત જાવા માટે ઇચ્છુક છે. ૧૧ વર્ષથી લઇને ૧૪ વર્ષની વય સુધી બાળકોમાં થોડીક સમજ વિકસિત થાય છે. તે સાચી અને ખોટી બાબતને સમજવામાં લાગી જાય છે. આવી સ્થિતીમાં સૌથી પહેલા તો બાળકના મિજાજને સમજીને આગળ વધવાની જરૂર હોય છે. જા બાળક સમાજદાર છે તો તેને સ્વતંત્ર રીતે નેટનો ઉપયોગ કરવાની મંજુરી આપી શકાય છે પરંતુ જા તમે નિશ્ચિત નથી તો તેને તમારી હાજરીમાં જ નેટનો ઉપયોગ કરવાની મંજુરી આપવી જોઇએ.
બાળકોને ઇન્ટરનેટ સાથે સંબંધિત વાતો કરવામાં આવે અને તેમને આ સંબંધમાં માહિતી આપવામાં આવે તે પણ જરૂરી છે. બાળકો છુપાઇને ઇન્ટરનેટ ચલાવવાની શરૂઆત કરે તેવી ટેવ ક્યારેય પાડવી જોઇએ નહીં. આનાથી મોટી વયના લોકો પોતે નેટ ચલાવવા લાગી જાય છે. બાળકને ઇન્ટરનેટ પર સુરક્ષિત કઇ રીતે રહી શકાય તે અંગે ટિપ્સ આપવાની જરૂર હોય છે. સાથે સાથે બાળકોની પાસેથી ઇન્ટરનેટની ગતિવિધી અંગે માહિતી મેળવી લેવામાં આવે તે જરૂરિ છે. સમય મર્યાદા નેટનો ઉપયોગ કરવા માટે રાખવામાં આવે તે પણ જરૂરી છે. ઇન્ટરનેટના ખતરનાક પ્રભાવથી બાળકોને બચાવી લેવા માટે કેટલાક તબીબો જુદા જુદા અભિપ્રાય આપે છે. તબીબો કહે છે કે બાળકો માટે નેટના ઉપયોગ માટે ચોક્કસ સમય નક્કી કરવો જાઇએ.
આ બાબત પણ એજ રીતે રહેવી જોઇએ જે રીતે રમત અને ટીવી જાવા માટે સમય નક્કી કરવામાં આવે છે. આ સમયને બે ટુકડામાં વિભાજિત કરવાની બાબત પણ સારી નથી. આ ઉપરાત બાળકને મહિનાના બજેટની જેમ જ ચોક્કસ ડેટાનો ઉપયોગ કરવાની મંજુરી આપવી જોઇએ. ડેટા ખતમ થઇ ગયા બાદ જો તેને નેટનો ઉપયોગ કરવાની તેને તક રહેશે નહીં તો તે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરશે. જાણકાર લોકો આ બાબતને સ્વીકાર કરે છે કે ઇન્ટરનેટ કદમને ગતિ આપે છે. ઇન્ટરનેટ અને ડિજિટલ દુનિયા પૂર્ણ રીતે નુકસાનકારક રહે તો સ્કુલોમાં ઇ-મોડ્યુલમાં લ‹નગ, ડિજિટલ સેશનમાં સામેલ કરવામાં આવ્યા ન હોત. આ બાબતની સાથે સહમતિ દર્શાવીને મનોવૈજ્ઞાનિક ઉન્નતિ કુમાર કહે છે કે ઇન્ટરનેટ ચોક્કસપણે વરદાન સમાન છે. તેનો ઉપયોગ આગળ વધવામાં મદદ કરે છે. કોઇ વિષયને સમજી લેવા માટે ડિજિટલ મિડિયા ખુબ ઉપયોગી સાબિત થાય છે.
સાથે સાથે ઇન્ટરનેટ પર રહેલી માહિતી બાળકોની બુદ્ધીશક્તિ વધારે છે. ઇન્ટરનેટના સતત ઉપયોગતી બાળકોને માત્ર સોશિયલ મિડિયાની જ ટેવ પડતી નથી. ઇન્ટરનેટ અને મોબાઇલ પર રમાતા ખેલ બાળકોની શારરિકની સાથે સાથે માનસિક સ્થિતીને પણ નુકસાન કરે છે. છેલ્લા કેટલાક સમયથી મોમો ચેલેન્જ, બ્લુ વેલ ગેમ અને પબજીએ ભારે ક્રેઝ જમાવ્યો છે. આ તમામ ગેમ બાળકો માટે નુકસાનકારક હોવાથી વાલીઓ માટે પડકારરૂપ રહ્યા છે. કેટલાક ગેમ તો બાળકોને આત્મહત્યા કરવા સુધી દોરી જાય છે. ખતરનાક ગેમથી બાળકોને બચાવી લેવાની જરૂર છે. બાળકો કોઇ ખોટી ચીજ નિહાળી રહ્યા છે તો તેને તરત બંધ કરવાની જરૂર હોય છે. બાળકના સ્વભાવ અને તેની ગતિવિધી પર નજર રાખવાની જરૂર મહત્વપૂર્ણ છે.