પરીક્ષા પૂરી થયા પહેલા તો પરીક્ષા પછીના પ્રોગ્રામ સેટ થવા લાગ્યા છે. ગોવાની ટીકીટ બુક કરાવી લીધી છે તો કોઈએ ઈમેજીકાનું સેટ કરી લીધું છે. મિત્રો સાથે આઉટીંગનો પ્રોગામ બનાવ્યો છે તો કોઈએ ફેમીલી સાથેનું કમીટમેન્ટ પાકું કરી લીધું છે,
પરીક્ષાના બોજા માંથી હળવા થયા પછી જરૂરી છે કે તમે આ બધું કરી શકો, આ બધા પ્લાનિંગ તમારા હક્કમાં છે, પણ બોર્ડની પરીક્ષા પૂરી થવાથી જિંદગીની બધી પરીક્ષાઓ પૂરી નથી થઇ તેનું ધ્યાન આપવું પડશે.. વેકેશનના થોડા દિવસ હળવાસ માની લીધા પછીનું કોઈ પ્લાનિંગ કર્યું છે કે કેમ? જે પણ સમય મળ્યો છે તેનો સદુપયોગ કરવો એ જરૂરી છે, નવરાશની પળોમાં પણ કંઈક અલગ કરવાની ચાહના રાખવી જોઈએ, વેકેશન ભલે કેરાલાની હરિયાળીમાં વિતાવીએ પણ કેરલાથી પાછા ફર્યા પછી શું? એનું જો પ્લાનિંગ નથી કર્યું તો એ ખોટું છે,
કહેવાનું તાત્પર્ય એ છે કે ખાલી દિમાગ શેતાન કા ઘર હોતા હે.. એ તમેં જાણો જ છો માટે વેકેશન દરમ્યાન પણ કંઇક ને કંઇક શીખતા રહેવું એ આપના હિતમાં છે. આ સમયમાં તમે સ્વીમીંગ શીખી શકો છો, અક્ષર સુધારી શકાય છે, સારૂ ડ્રોઈંગ શીખી શકાય છે, કોઈ એક ભાષા પર પ્રભુત્વ મેળવી શકાય છે, તમે જે ધોરણમાં ભણો છે એના પછીની કારકિર્દી માટેની બુકને રીફર કરી શકો છો, શીખવાની કોઈ ઉમર નથી હોતી, તમે ચાહો ત્યારથી તેની શરૂઆત કરી શકો છો. વાર્તાકારની જેમ વાર્તા લખી શકાય છે, પરીક્ષા દરમ્યાનના તમારા અનુભવોનો નિબંધ લખી શકાય છે, સારી કવિતાઓની રચના થઇ શકે છે, વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય છે, ડાન્સ અને અભિનય પણ શીખી શકાય છે, ટ્રેકિંગ કરવાની પણ મજા પડી શકે છે… પર્સનાલીટી ને ડેવલપ કરી શકાય છે, જીમ જોઈન કરી શકાય છે અને સાચું કહીએ તો મોબાઈલની દુનિયાની બહાર પણ એક અદભુત દુનિયા છે તેની જાણકારી મેળવી શકાય છે..
જે શીખે છે એ જ વિકશે છે , કારણ કે કુદરતે બધા ને હીરા જ બનાવ્યા છે પણ જે જેટલું ઘસાય છે તેટલું જ તે ઝળહળે છે
છેલ્લે…. “” રેસ ચાહે ગાડી કી હો યા જિંદગી કી,
જીતતા વહી હે જો સહી વક્ત પર ગીયર બદલતા હે..”” (અજ્ઞાત)
– નિરવ શાહ