રાજકોટમાં ૧ અને ૨ જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે ૩૨ કમિટી તૈયાર કરવામાં આવી છે. ૩ હજારથી વધુ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે. સૌથી વધારે સ્વયંસેવકો ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્ટેજની નજીક ૩૦૦ જેટલા સ્વયંસેવકો સુરક્ષા પૂરી પાડશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વહીવટી વિભાગના અધિકારીઓની પણ મદદ લેવાશે.તો રાજકોટમાં દિવ્ય દરબાર પહેલા ૨૯મી તારીખે શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. લક્ઝરિયસ કારનો કાફલો રાજમાર્ગો પરથી પસાર થશે.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેટર એનર્જી કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું...
Read more