ટેક્સટાઇલ- ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે.આ ત્રિદિવસય ફેરનું ઉદ્ધઘાટન ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી કૌશિક પટેલ (એમએલએ) અને શ્રી હિતેશ મકવાણા (મેયર ગાંધીનગર) પણ ઉપસ્થિતિ રહ્યા હતા. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત છે. જોકે, કોરોના મહામારી અને આર્થિક સંકટના કારણે છેલ્લા બે-ત્રણ વર્ષથી ઉદ્યોગેમુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મહામારીને દૂર કરી વેપારને વેગ આપવા માટે ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 33માં ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીઝ પ્રિ-કોવિડ સ્તરે પહોંચી છે, જે ટ્રેડફેર બાદ 15-20 ટકાનો ગ્રોથ સાધશે. ઉદ્યોગકારો સાતમ-આઠમ, રક્ષાબંધન,નવરાત્રી-દિવાળી અન્ય તહેવારો ઉપરાંત વિન્ટર કેલક્શન તથા લગ્નની સિઝન અને ફેશન તેમજ નવી ટેક્નોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા આતુર છે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ ટ્રેડ ફેરમાં 750થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિત રહી પ્રદર્શન કરશે.
અમદાવાદ ખાતે 21-22-23 જૂલાઇના રોજ યોજનારા ટ્રેડ ફેરમાં ત્રણ દિવસ દરમિયાન દેશભરના મોટા ભાગના રાજ્યોમાંથી અંદાજે 23000-25000 જેટલા ખરીદદારો આવશે. ટ્રેડફેરમાં 350થી વધુ સહયોગીઓ દ્વારા 25000થી વધુ ફેશન પ્રોડક્ટ રજૂ કરવામાં આવશે. બીટુબી ટ્રેડ ફેરમાં મોટા પાયે ઓર્ડરની આશા ઉદ્યોગકારો સેવી રહ્યાં છે. આ ત્રિદિવસય ફેરનું ઉદ્ધઘાટન ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી કૌશિક પટેલ (એમએલએ) અને શ્રી હિતેશ મકવાણા (મેયર ગાંધીનગર) પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
જીજીએમએના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું, “ગારમેન્ટ ઉદ્યોગનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે, કારણ કે આ ઉદ્યોગ સાથે પ્રતિભાશાળી યુવાન અને સ્કિલ કારીગરો જોડાયેલા છે,ગારમેન્ટ ફેર એક સીમાચિહ્નરૂપ રહેશે, કારણ કે છેલ્લા થોડા સમયથી જે તકલીફોનો સામનો દુનિયા કરી રહી હતી તેમાંથી હવે બધા ધીરે ધીરે બહાર આવી રહ્યા છીએ અને આવનાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ગારમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને ખૂબ જ સારા પ્રમાણમાં કામ મળે તે માટે ભારતના તમામ રાજ્યોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર આપી શકે તેવા વેપારીઓને વિશેષ રીતે આ ટ્રેડ ફેરમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઇન્ડસ્ટ્રીઝની લાંબા સમયથી જે એપેરલ પાર્કની માંગ હતી,તેને એસોસિએશનના સપોર્ટ દ્વારા આગામી ટુંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે.”
આ ટ્રેડ ફેરમાં આવનારી સિઝનને ધ્યાનમાં રાખી અને ખૂબ જ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમદાવાદ અને ગુજરાતના મેન્યુફેક્ચરર ખૂબ જ સારા ફેશનેબલ ગારમેન્ટનું પ્રદર્શન કરશે. આ ગારમેન્ટ ફેર થકી ફરી એકવાર ગુજરાતનું ગારમેન્ટ ઉદ્યોગ ધમધમતો થશે અને રોજગારીની ખૂબ મોટી તકો ઊભી થશે.
જીજીએમએ ટ્રેડ ફેરના ઇન્ચાર્જ અર્પણ શાહે જણાવ્યું,“ગુજરાતમાં 25000થી વધુ નાના-મોટા ગારમેન્ટ ઉત્પાદકો આવેલા છે, જેમાં માત્ર અમદાવાદમાં જ 15000 ઉત્પાદકો છે. આ સેક્ટર ગુજરાતમાં પ્રત્યક્ષ