ઠંડીની સિઝન પૂર્ણ થયા બાદ હાલમાં બેવડી સિઝન ચાલી રહી છે. આવી સિઝનમાં નાના બાળકો અને મોટી વયના લોકો જુદા જુદા ઇન્ફેક્શનનો શિકાર વધારે થઇ રહ્યા છે. બેવડી સિઝનમાં કેટલીક સાવધાની રાખવાની તમામને જરૂર હોય છે ખાસ કરીને માસુમ બાળકોને વધારે સાવધાની રાખવાની જરૂર હોય છે. નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો કહે છે કે જા સતત ત્રણ દિવસ સુધી તાવ રહે તો ડેન્ગ્યુ મેલેરિયાની અસર હોઇ શકે છે. આના માટે સાફ સફાઇને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. સાથે સાથે આ સિઝનમાં ફુલ વસ્ત્રો પહેરવાની સલાહ પણ તબીબો આપે છે. આ પ્રકારની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે. આ સિઝનમાં સૌથી વધારે ડેન્ગ્યુ ફિવર અને વાયરલ ઇન્ફ્ક્શનના મામલા સપાટી પર આવે છે.
જેમાં શરદી ગરમી, તાવનો સમાવેશ થાય છે. ડેન્ગ્યુના એડીઝ એજિપ્ટાઇ મચ્છર મુખ્ય રીતે સવારમાં અને સાંજે કોઇ પણ વ્યÂક્તને કરડે છે. મલેરિયામાં શરદી લાગીને તાવ આવે છે. આ સિઝનમાં ત્રણ દિવસથી વધારે સમય સુધી જા તાવ રહે છે તો તબીબોની સલાહ ચોક્કસપણે લેવી જાઇએ. કારણ કે તે ડેન્ગ્યુ મેલેરિયા હોઇ શકે છે. તબીબો કહે છે કે ૨૦ હજાર પ્લેટલેટ કાઉન્ટ થાય છે તો કોઇ પણ પ્રકારની તકલીફ આવતી નથી. ડેન્ગ્યુ ફિવર માટે કાર્ડ ટેસ્ટ કરવાની જરૂર હોય છે. ત્યારબાદ એલાઇજા તપાસનો નિયમ રહેલો છે. પ્લેટલેટ કાઉન્ટ કરવામાં આવે છે તો પણ કેટલાક વધુ ટેસ્ટ કરવામાં આવે છે.
નિષ્ણાંતોનો સાફ મત છે કે એક સ્વસ્થ વ્યÂક્તમાં પ્લેટલેટ કાઉન્ટ દોઢ લાખથી વધારે સાડા ચાર લાખ સુધી હોય છે. તાવમાં ૨૦ હજાર આવે તો ભયભીત થવાની કોઇ જરૂર નથી. મચ્છરોને ભગાડી દેવા માટે કેટલાક પ્રયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઘરેલુ ઉપચારથી પણ મચ્છરો ભાગી જાય છે. જેમાં તવા પર લીમડાના પત્તા નાંખીને છોડી દેવામાં આવે તો તેનાથી મચ્છરો ભાગી જાય છે. ડેન્ગ્યુ અને મલેરિયા તાવ હોવાની સ્થિતીમાં મુખ્ય રીતે હળવા ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. દાળ, દળિયા, નારિયળ પાણી પણધ્યાન કેન્દ્રિત કરવુ જાઇએ. દહી, છાસ જેવી ચીજાનો ઉપયોગ કરવો જાઇએ નહી. રોગપ્રતિકારક ક્ષમતા કેટલીક રીતે વધારી શકાય છે. ખાસ કરીને પપીતાના નવા પત્તાના રસને અસરકારક ગણવામાં આવે છે.
સાથે સાથે અનાર, હલ્દર પણ અસરકારક સાબિત થઇ શકે છે.તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બેવડી સિઝનમાં વાયરલ ઇન્ફેક્શનની અસર બાળકોને વહેલી તકે થઇ જાય છે. વિટામીન ડી વાઈરલ ઇન્ફેશનથી રક્ષણ કરવામાં મદદરૂપ બને છે. અભ્યાસ મુજબ વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવામાં વિટામીન ડીની ભૂમિકા ચાવીરૂપ રહે છે તે બાબત સાબિત કરવા માટે ઘણા તારણો પણ નક્કર રીતે રજૂ કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારની ગરમીની સિઝનમાં અથવા તો મિશ્ર સિઝનમાં વાયરલ ઇન્ફેક્શનના રોગ ફેલાઈ જાય છે. વિટામીન ડીની ભૂમિકા વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે. જ્યારે દિવસો નાના હોય છે અને સૂર્યપ્રકાશ પ્રમાણસર નબળો હોય છે ત્યારે વિટામીન ડીનું સ્તર ઘટી જાય છે. આ જ કારણસર લોકો વાયરલ ઇન્ફેક્શના વધુ શિકાર થાય છે. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે વિટામીન ડીના ઘટક તત્વો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જે વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે.
જર્નલ ઓફ લ્યુકો સાઇટ બાયોલોજીમાં જણાવવામાં આવ્યું છે કે વિટામીન ડીને લઈને કરવાં આવેલા વધુને વધુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે માનવીના આરોગ્ય માટે વિટામીન ડી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્પેનમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યા બાદ સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે જ્યારે પરંપરાગત થેરાપી કામ કરતી નથી ત્યારે વિટામીન ડીના ઘટક તત્વો ઉપયોગી સાબિત થઈ શકે છે. વિટામીન ડીના લોહીના સ્તરમાં ફેરફારની પણ સરખામણી કરવામાં આવી છે. મોટીવયના લોકોમાં વિટામીન ડીની અછત વધારે જાવા મળે છે જેથી તેઓ વધુ બિમાર થઈ જાય છે. હાલની બેવડી સિઝનમાં નિયમિત રહીને ભોજનની ટેવ રાખવાથી ફાયદો થાય છે.