દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ ઉપર પોલીસ કાર્યવાહીની સામે આઈઆઈએમ અમદાવાદની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને દેખાવો કર્યા હતા. તંગદિલી ફેલાઈ હતી. આ ગાળા દરમિયાન પોલીસે તરત જ મોરચા સંભાળી લઇને સ્થિતિને કાબૂમાં લીધી હતી. લઘુત્તમી અધિકાર મંચના વરિષ્ઠ કાર્યકરો સહિત આઈઆઈએમ-એ, સેપ્ટ યુનિવર્સિટી અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી.
ફુટપાથ પર દેખાવો કરવા બદલ તેમની અટકાયત કરાઈ હતી. લોકપ્રિય સામાજિક કાર્યકર અને વિતેલા વર્ષોની ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મલ્લિકા સારાભાઈ પણ પ્રદર્શનમાં જોડાઈ હતી. જો કે, કસ્ટડીમાં તેમને લેવામાં આવ્યા ન હતા. દેખાવકારોને એ જગ્યા પર એકત્રિત થવાની મંજુરી ન હતી. આમાથી પ્રમુખરીતે અલગમતી અધિકાર મંચ અને અન્ય સંગઠનોના કાર્યકરો હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસના અધિકારી એચએમ વ્યાસે કહ્યું હતું કે, અમે આ જગ્યા પર એકત્રિત થવાની મંજુરી આપી ન હતી છતાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. દેખાવો કરવા બદલ તમામને કસ્ટડીમાં લેવાયા હતા. જો કે, તેમને ટૂંકમાં જ મુક્ત કરાશે.