અમદાવાદમાં અત્યારે ગરમી ૪૪ ડિગ્રી પહોંચી છે, ત્યારે આગામી ૧૦મી મેથી લૉ અને અન્ય વિધાશાખાની પરીક્ષા શરૂ થવાની છેય ત્યારે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવા અથવા પરીક્ષાના સમયમાં ફેરફાર કરવા વિદ્યાર્થી સેનાએ માંગણી કરી છે.
વિદ્યાર્થી સેનાએ કુલપતિને આવેદન આપ્યુંરાજ્યમાં અત્યારે ગરમીનો પારો ખૂબ જ ઊંચો છે. હજુ હિટવેવ રહેશે તેવી આગાહી છે. ત્યારે આ ગરમીમાં ૧૦ મેથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થવાની છે.
પરીક્ષાનો સમય પણ બપોરે છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જેથી ૧૦ મેથી શરૂ થતી પરીક્ષા મોકૂફ કરવામાં આવે અથવા પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી વિદ્યાર્થી સેનાએ માંગણી કરી છે.
વિદ્યાર્થી સેનાએ આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની આવેદન આપીને પણ રજૂઆત કરી છે..