દિલ્હીમાં સુરત જેવી ઘટના બની : બધાનો બચાવ થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : સુરતના કોચિંગ સેન્ટરમાં ભીષણ અગ્નિકાંડની ઘટનાને એક સપ્તાહનો સમય થયો છે ત્યારે દિલ્હીમાં પણ આવી જ એક મોટી ઘટના સહેજમાં બનતા રહી ગઈ છે. ઝલકપુરીમાં એક નિવાસી વિસ્તારમાં ચાલી રહેલી કાવેરી ગર્લ્સ હોસ્ટેલમાં ભીષણ આગ ફાટી નિકળતા ૫૦ વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી. તમામ વિદ્યાર્થીનીઓ દરવાજા અને બારીઓ તોડીને પોતાની જાન બચાવી હતી. કેટલીક વિદ્યાર્થીનીઓએ તો પ્રથમ માળેથી છલાંગ પણ લગાવી દીધી હતી. આ ઘટનાને લઇને પણ વ્યાપક ચર્ચા જાવા મળી રહી છે. સુરતમાં ઘટનાને વધારે સમય થયો નથી ત્યારે આવી આ એક બીજી ઘટના બની ગઈ છે.

કાવેરી હોસ્ટેલમાં લાગેલી આગ માટેનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આજ કારણથી પોલીસે હજુ સુધી કોઇ મામલો દાખલ કર્યો નથી પરંતુ આ આગના કારણે મીટરના સબમીટરને પણ તપાસ હેઠળ મુકવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. મળેલી માહિતી મુજબ આ મીટર બિલ્ડિંગ માલિકના તરફથી મુકવામાં આવ્યા હતા. આગની ઘટનામાં સહેજમાં તમામ વિદ્યાર્થીનીઓનો બચાવ થયો છે. તપાસ બાદ એવું જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાં અનેક સંસ્થાઓ આવેલી છે જેમાં રેવાડી, ધારુહેડા, માનેસર સહિત હરિયાણાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.

તમામ વિદ્યાર્થીનીઓ અહીં આસપાસના વિસ્તારોમાં અને હોસ્ટેલમાં રહે છે. સમગ્ર વિસ્તારમાં આજ પ્રકારના પીજી હોસ્ટેલ બનેલા છે. તેમને લઇને હજુ સુધી કોઇ નિયમો અમલી કરવામાં આવ્યા નથી જેના પરિણામ સ્વરુપે અહીં રહેનાર લોકો આનો લાભ ઉઠાવી રહ્યા છે. સબમીટર મકાન માલિક પોતાની તરફથી લગાવે છે જેથી રૂમની દ્રષ્ટિએ વિજળીનો ચાર્જ લેવામાં આવે છે. આ મીટરના ફિટિંગ પણ લોકલ ઇલેક્ટ્રીશિયનો દ્વારા કરવામાં આવે છે. જા કે, આ પ્રકારના સબમીટરને ગેરકાયદે ગણવામાં આવે છે.

TAGGED:
Share This Article