દીપિકા પાદુકોણ ૨૦૨૪માં હોલિવૂડ કરી શકે છે રાજ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દીપિકા પાદુકોણ આ દિવસોમાં ફાઈટર માટે ચર્ચામાં આવેલી છે. ૨૫ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થનારી આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ દરમિયાન ફાઈટરની ચર્ચા વચ્ચે દીપિકાના આગામી પ્રોજેક્ટ પર એક મોટો ખુલાસો થયો છે. ખરેખર આ તેના હોલીવુડ પ્રોજેક્ટ પર છે. મળતા રિપોર્ટ્‌સ અનુસાર દીપિકાને હોલિવૂડની વેબ સિરીઝ મળી છે. આ સિરીઝમાં અભિનેત્રી હોલીવુડના મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં ૐમ્ર્ંની લોકપ્રિય ટીવી સીરિઝ ધ વ્હાઇટ લોટસમાં જાેવા મળી શકે છે. જાે કે અભિનેત્રી અને નિર્માતાઓ તરફથી આ પ્રોજેક્ટ અંગે ન તો કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે કે ન તો કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જાે આમાં થોડું પણ સત્ય હશે, તો દીપિકા ફરી એકવાર તેના ચાહકોને હોલીવુડ બોક્સ ઓફિસ પર કબજાે કરતી જાેવા મળશે. વાસ્તવમાં દીપિકા પાદુકોણની સાસુ અંજુ ભવનાનીએ આ સમાચારને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક સંકેતો આપ્યા હતા. આ પછી લોકોએ અભિનેત્રીના હોલીવુડ પ્રોજેક્ટ વિશે અટકળો શરૂ કરી છે. ‘ધ વ્હાઇટ લોટસ સીઝન ૩’ને એમી એવોર્ડ પણ મળ્યો છે. તેની છેલ્લી સીઝનમાં હોલીવુડ અભિનેતા થિયો જેમ્સ, જેનિફર કુલિજ અને ઓબ્રે પ્લાઝા જેવા સ્ટાર્સ જાેવા મળ્યા હતા. હવે જાે દીપિકા તેની નવી સિઝનમાં જાેવા મળે છે, તો તે તેના ચાહકો માટે કોઈ ભેટથી ઓછી નહીં હોય. દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મોનું લિસ્ટ પણ આવી ગયું છે. ફાઈટર સિવાય તે આ વર્ષે વધુ ૫ ફિલ્મો કરી રહી છે. આ વર્ષે દીપિકાનું બોલિવૂડમાં રાજ રહેશે. આ યાદીમાં રોહિત શેટ્ટીની સિંઘમ ૩, રાજામૌલીની અનટાઈટલ્ડ ફિલ્મ, બ્રહ્માસ્ત્ર ૨, ધ ઈન્ટર્ન, કલ્કીનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં ધ વ્હાઇટ લોટસ પણ જાેડાઈ ગયું છે. જાે કે આ સમાચારમાં કેટલું સત્ય છે તે જાેવું રસપ્રદ રહેશે.

File 01 Page 13
Share This Article