ડેકોરેટીવ ઇન્ડોર પ્લાન્ટ્સ : સ્વાસ્થ્ય માટે પણ જરૂરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આપણે ઘરને સુશોભિત રાખવા માટે અનેક રીતે ડેકોરેટ કરતાં હોઇએ છીએ. આ સજાવટમાં ઇન્ડોર પ્લાન્ટ્સ ગૃહીણીઓને પ્રિય હોય છે. કેટલાંક એવા પ્લાન્ટ પણ હોય છે જે ઘરની શોભામાં વધારો તો કરે જ છે, પણ તેની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી નીવડે છે. તો ચાલો જાણીએ આવા કેટલાંક ડેકોરેટિવ ઇન્ડોર પ્લાન્ટ વિશે.

 મિન્ટ પ્લાન્ટ : આ પ્લાન્ટ ઘરમાં રાખવા માટે એક્દમ શ્રેષ્ઠ છે, કારણકે જયારે તેનો ફેલાવો એકદમથી વધી જાય છે ત્યારે તમે તેને સરળતાથી કાપી શકો છો અને તેની માવજત પણ કરી શકો છો, મિન્ટપ્લાન્ટ પોતે જ જંતુનાશક તરીકે કામ કરે છે, જે જતુંને દૂર રાખે છે, આ ઉપરાંત મિન્ટને ઘણા ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે, જેમ કે મિન્ટ આઈસ ટી, મિન્ટની ચટણી, રોજ પીવાતી મસાલા ચા માં પણ ઉમેરી શકો છો, આ છોડને પાણીની જરૂરિયાત સૌથી વધુ રહે છે જે ધ્યાનમાં લેવું જરૂરી છે.

KP.com Aloe Vera

એલોવીરા : કુંવારપાઠાનો છોડ દરેક લોકોના ઘરમાં જોવા મળે છે, ભેજવાળી જમીન અને સામાન્ય એવો સૂર્ય પ્રકાશ જરૂરી છે. તેને પાણીની જરૂરિયાત ઓછી પડે છે. તે કાર્બનડાયોક્સાઇડને શોષી લે છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, તેનું જેલ વાળ માટે ત્વચા માટે ખુબ જ ગુણકારી છે, કોઈ ઇજા કે ઘા વાગ્યા હોઈ તો રૂઝ જલ્દીથી આપે છે .

મની પ્લાન્ટ : આ પ્લાન્ટને ઘરમાં આવી જગ્યા પર રાખવો જ્યાં સૂર્ય પ્રકાશ જલ્દીને વધુ મળે, જે ધીમી ગતિથી વધે છે મની પ્લાન્ટના અનેક ફાયદાઓ છે, જેમ કે તે ઘરમાં આવતી હવાને શુદ્ધ કરે છે અને બેકટેરિયાનો નાશ કરે છે, જે હવાની ગુણવત્તા પર કેટલા ટાકા ફાયદો કરે છે તે નીચે મુજબ છે.

આંખની બળતરાને 50% જેટલી ઓછી કરે છે.
શ્વાસને લગતી સમસ્યામાં 30% જેટલો ઘટાડો કરે છે.
માથાના દુઃખાવામાં 20% ઘટાડો કરે છે.

આ દરેક પ્લાન્ટ આવા છે જેના લીધે ઘર પણ સુશોભિત રહેશે અને સ્વાસ્થ્યને પણ ફાયદાકારક રહેશે.

Share This Article