આપણે એવા ઇનડોર પ્લાન્ટ વિશે વાત કરીશુ જે આપણા ઘર અથવા ફળિયાની શોભા વધારી તેમાં ચાર ચાંદ ઉમેરશે અને તે છે સૂર્યમુખીનો છોડ. સૂરયમુખીના ફૂલ ખુબ આકર્ષિત હોઈ છે. તેમાં સામાન્ય રીતે ઘણા પ્રકાર જોવા મળે છે જે દરેક અલગ અલગ લાક્ષણિકતા ધરાવે છે .સનફ્લાવર સીડનું ઓઇલ પણ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારી છે જે મુખ્યત્વે વિટામિન ઈ અને વિટામિન બી ધરાવે છે. તેના બીજનો ઉપયોગ સલાડમાં ઉમેરી પણ કરી શકાય છે.
સનફ્લાવરના બીજ ૧૨ થી ૧૮ ઇંચના પોટ અથવા કોઈપણ કન્ટેનરમાં પ્લાન્ટ કરી શકાય છે. આપણા મનગમતા વાસ અથવા પોટ, ફુલદાની વગેરેમાં માટી સાથે બીજની વાવણી કરી તેને એક જ જગ્યા પર રાખવા જરૂરી છે. વારંવાર તેની જગ્યા બદલવી નહિ, પરંતુ કેટલાંક સમયબાદ તે જયારે વધુ મેચ્યોર થાય છે ત્યારબાદ તેને અન્ય મોટા કુંડામાં કે અન્ય વધુ જગ્યા મળે તેમ રાખવા. ફૂલ માટે શ્રેષ્ઠ સમય ઉનાળાની ઋતુ છે.
માવજત:
➔ સનફ્લાવરના ફૂલ જે જગ્યા પર વધુ હૂંફાળી હવા હોઈ ત્યાં ખીલતા નથી તેને માટે શાંત અને સૂર્ય પ્રકાશ વધુ મળે તેવી રીતે રાખવા. સૂર્યમુખીના ફૂલ અનેક અલગ અલગ લાક્ષણિકતા, રંગ અને કદમાં મળે છે. ઇનડોર પ્લાન્ટ કરતા પેહલા જાણકારી પ્રાપ્ત કરી લેવી.
➔ એકવાર બીજની રોપણી કર્યા બાદ તેને દર ૧ અથવા ૨ અઠવાડિયા સુધી જરૂરી પ્રમાણમાં પાણી આપતા રહેવું. બાકીના સમયગાળા દરમ્યાન માટીને સુકાયેલી રહેવા દેવી જરૂરી છે. જયારે છોડ ૧ કે ૨ ફુટ જેટલો લાંબો થાય ત્યારે તેને સપોર્ટ આપી રાખવો જરૂરી છે.
➔ ઉનાળાની ઋતુના અંતમાં પાંદડીઓ ખરવાની શરૂઆત કરે છે અને તેની ડાળી નમવા માંડે છે અને તે કરમાઇ જાય છે. તેમાંથી તેના થોડા બીજને સાચવી શકાય, જેથી સૂર્યમુખીને ફરીથી પ્લાન્ટ કરી શકાય. એક વખત કરમાઇ ગયા બાદ ફરી તે પોતાની રીતે ઉગી શકતા નથી. સામાન્ય રીતે તડકો અને ગરમ વાતાવરણમાં તે લાંબો સમય રહી શકે છે.
તેમની જાળવણી કરવી ખુબજ સહેલી છે તો તમે પણ સજાવો ઘરને સૂર્યમુખીના ફૂલો વડે અને ઘરમાં તેની સૂગંધનો ઉમેરો કરો.