‘ડેક્કન ક્વિન’ રેલ સેવાને ૮૮ વર્ષ પૂર્ણ થયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

૦૧ જુન, ૧૯૩૦ના રોજ મહારાષ્ટ્રના બે મુખ્ય શહેર વચ્ચે ભારતીય રેલની અગ્રણી ‘ડેક્કન ક્વિન’ રેલવે સેવા શરૂ થઇ હતી. જે ગ્રેટ ઇંડિયન પેનિનસૂલા (જીઆઈપી) રેલવેની મુખ્ય ઐતિહાસિક ઉપલબ્ધિ હતી. આ ક્ષેત્રમાં બે મહત્વપૂર્ણ શહેરોમાં સેવા પ્રદાન કરવા માટે આ પહેલી ડિલક્સ રેલગાડી શરૂ કરવમાં આવી હતી અને ‘ડેક્કનની રાણી’ તરીકે પ્રસિદ્ધ પુણે શહેરના નામ પર તેનું નામ રાખવામાં આવ્યું હતું.

શરૂમાં રેલગાડીમાં ૭ ડબ્બાના બે રેક હતી. દરેકને લાલ રંગની સજાવટી સાંચામાં સિલ્વર રંગ અને બીજી પર આસમાની રંગના સાંચમાં સોનેરી રંગની રેખા ઉભરાવવામાં આવી હતી. ડબ્બાના મૂળ રેકની નીચેની ફ્રેમનું નિર્માણ ઇંગલેંડમાં, જ્યારે ડબ્બાનો ઢાંચો જીઆઈપી રેલવેના માટુંગા કારખાનામાં નિર્મિત કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં ‘ડેક્કન ક્વિન’માં માત્ર પ્રથમ અને દ્વિતીય શ્રેણી હતી. પ્રથણ શ્રેણીને ૧ જાન્યુઆરી ૧૯૪૯ને બંધ કરી દેવામાં આવી અને અને દ્વિતીય શ્રેણીની ડિઝાઇન બીજીવાર તૈયાર કરી તેને પ્રથમ શ્રેણીમાં પરિવર્તિત કરવામાં આવ્યું. ત્યાર બાદ જૂન ૧૯૫૫માં આ રેલ ગાડીમાં પહેલી વાર ત્રીજી શ્રેણી ઉપલબ્ધ કરાવવામાં આવી. તેને એપ્રિલ ૧૯૭૪થી દ્રિતીય શ્રેણી તરીકે બેજી વાર ડિઝાઇન કરવામાં આવી હતી. ૧૯૬૬માં મૂળ રેકના ડબ્બાની જગ્યાએ ઇંટીગ્રલ કોચ ફેક્ટ્રી, પૈરાબુર દ્વારા નિર્મિત ટેલીસ્કોપ રોધક સ્ટીલના ઢાંચાવાળા ડબ્બા લગાવવામાં આવ્યા. આ ડબ્બાઓમાં વધુ આરામ માટે તેની ડિઝાઇન અને આંતરિક સાજ-સજ્જામાં સુધાર કરવામાં આવ્યા. રેકમાં ડબ્બાની સંખ્યા પણ ૭થી વધારીને ૧૨ કરી દેવામાં આવી. હાલમાં તેમાં ૧૭ ડબ્બા છે.

Deccan Queen02 e1527929775969

તેની શરૂઆતથી યાત્રિયોને ઉચ્ચ સ્તરનો આરામ આપવા સિવાય રેલગાડીમાં ઘણા સુધાર કરવામાં આવ્યાં. તેમાં દેશમાં પહેલી વાર રોલર બિયરિંગના ડબ્બાની શરૂઆત, વિદ્યુત ઉત્પન્ન કરનારા ડબ્બાના સ્થાન પર ૧૧૦ વોલ્ટ સિસ્ટમના વિદ્યુત ઉત્પાદિત કરનારા ડબ્બા લગાવવા, યાત્રિયો માટે વધુ સ્થળ ઉપલબ્ધ કરવા માટે પ્રથમ અને દ્વિતીય શ્રેણીની ચેર કારની શરઆતનો સમાવેશ થાય છે. હાલમાં જ આ રેલગાડી પર ક્રીમ અને આસમાની રંગનો ઉપયોગ કરી તેના પર લાલ રંગની પટ્ટી બનાવવામાં આવી છે.

શ્રેષ્ઠ સુવિધાઓ, આરામના સ્તરમાં સુધાર અને શ્રેષ્ઠ ગુણવત્તાની સેવા પ્રાપ્ત કરવાની યાત્રીઓની અપેક્ષાના કારણે ડેક્કન ક્વિનમાં સંપૂર્ણ પરિવર્તન કરવાની જરૂરિયાત સમજવામાં આવી.

ડેક્કન ક્વિનની વિશેષતાઃ

  • તમામ નવનિર્મિત અથવા એક વર્ષ જુના એર બ્રેક ડબ્બા.
  • યાત્રીયોને ધૂળ મુક્ત વાતાવરણમાં વધુ ૬૫ સીટ ઉપલબ્ધ કરવા માટે જુના રેકમાં પાંચમાં પ્રથમ શ્રેણીની ચેર કારના સ્થાન પર પાંચ એસી ચેર કાર લગાવવામાં આવી. જુના ડબ્બાની સરખામણિમાં ૧૨૦ વધુ બેઠક ક્ષમતાવાળા ૯ દ્રિતીય શ્રેણીની ચેર કાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ પ્રકારના જુના ૧૨૩૨ સીટોની સરખામણીમાં નવી રેકમાં કૂલ ૧૪૧૭ સીટો છએ, અટલે કે ૧૫ ટકાની વૃદ્ધિ.
  • ડાયનિંગ કાર દ્વારા ૩૨ યાત્રીયોને ટેબલ સેવા પ્રદાન કરવામાં આવે છે અને તેમાં માઇક્રોવેવ ઓવન, ફ્રિઝર અ ટોસ્ટર જેવી આધુનિક પેંટ્રી સુવિધાઓ છે. ડાયનિંગ કાર સુશન વાળી ખુરશીઓ અને ગાલીચાની સાથે સુરુચીપૂર્ણ રીતે સુસજ્જિત છે.
Share This Article