દેશમાં ગરમીનુ પ્રમાણ દિન પ્રતિનિ વધી રહ્યુ છે. લોકો ગરમીના કારણે ત્રાહીમામ પોકારી ગયા છે. તીવ્ર ગરમી, લુ અને તાપ કેટલીક રીતે નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે તો લુ કોઇને પણ લાગી શકે છે પરંતુ હાર્ટના દર્દીઓ માટે તે વઘારે ખતરનાક બની શકે છે. જેથી આ પ્રકારના લોકોને વધારે સાવધાની રાખવાની જરૂર હોય છે. જે હાર્ટ સાથે સંબંધિત બિમારીથી ગ્રસ્ત છે તે લોકોને વધારે સાવધાની રાખવાની જરૂર હોય છે. તબીબોના કહેવા મુજબ લુના કારણે બોડી ડિહાઇડ્રેટ થઇ જાય છે. એટલે કે તેમાં પાણીની કમી થઇ જાય છે. આ પ્રકારની સ્થિતી નર્વ્સ અને ધમનીમાં સ્ટ્રોક માટે કારણ તરીકે બને છે.
શ્વાસ ફુંલવા લાગી જાય છે. હાર્ટ પર પ્રેશર વધે છે. જેથી હાર્ટના દર્દીને વધારે સાવધાન રહેવાની જરૂર હોય છે. લુથી બચવા માટે તમામ પ્રયાસો કરવા જાિએ. શરીરને સંપૂર્ણ રીતે ઢાકીને બહાર નિકળવવાની જરૂર હોય છે. સાથે સાથે પાણી, ગ્લુકોઝ અને લિંબુ સાથે રાખવાની જરૂર હોય છે. ખાલી પેટ બહાર જવાની હિમ્મત કરવી જાઇએ નહીં. શરીરમાં પાણીની કમી ન થાય તેવા પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. પાણીની કમીથી સ્ટ્રોક અટેક થઇ શકે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, સાત સ્ટ્રોક પૈકીના એક સ્ટ્રોકનો હુમલો ઉંઘમાં થઇ જાય છે. આ નવા અભ્યાસના તારણો ખુબ જ ચોકાવનારા છે. સ્ટ્રોકના પ્રાથમિક લક્ષણો જાણવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીના એક સભ્ય અને યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના અભ્યાસના પ્રોફેસર જેસન મેકેએ કહ્યું છે કે, આ પ્રકારના સ્ટ્રોક માટેની એક પ્રકાર સારવાર પ્રથમ લક્ષણો દેખાયાના કલાકો બાદ જ આપવામાં આવે તે જરૂરી છે લક્ષણો જાણી શકાતા નથી.
જેથી સારવાર લેવાની બાબત પણ મોડાથી શરૂ થાય છે. જેથી સ્ટ્રોકના હુમલાઓના લક્ષણો વધી જાય છે. સાથે સાથે આ બીમારી મજબુત રીતે વ્યક્તિની ધરી લે છે. ૧૮ વર્ષની વયમાં અને તેનાથી મોટી વયના લોકોમાં સ્ટ્રોકના તમામ કેસોમાં અભ્યાસ કર્યા બાદ સંશોધકોએ કહ્યું છે કે, હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આ કેસ પર નજર રાખવામાં આવી હતી. મોટા ભાગના સ્ટ્રોકના હુમલાઓ બ્રેનમાં લોહીના પ્રવાહ ઉપર બ્રેક આવવાના કારણે થાય છે. અભ્સાયમાં ૧૮૫૪ સ્ટ્રોક પૈકીના ૨૭૩ સ્ટ્રોકના હુમલાઓ અથવા તો ૧૪ ટકા સ્ટ્રકો વોકઅપ સ્ટ્રોક તરીકે હોય છે. વોકસઅ સ્ટ્રોકમાં વ્યક્તિ મજબુત લક્ષણોના કારણે જાગી જાય છે. સંશોધકોનો અંદાજ છે કે, એક વર્ષમાં અમેરિકામાં અંદાજે ૫૮ હજાર લોકો વોકઅપ સ્ટ્રોક બાદ ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે પહોંચ્યા હતા. અભ્યાસના પરિણામો ખુબ જ મહત્વપૂર્ણ છે. અભ્સાયના પરિણામ પ્રિન્ટ ઇસ્યુ ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત કરવામાં આવી ચુક્યા છે. સ્ટ્રોકના હુમલાઓની ફરિયાદ આધુનિક સમયમાં લોકોમાં વધી ગઇ છે. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ કેટલીક પ્રકારની કસરત હંમેશા મદદરૂપ સાબિત થાય છે.
તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાર્ટ એટેકનો હુમલો થયા બાદ વહેલી તકે કસરતથી ફાયદો થાય છે. આરામ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ વિકલ્પ નથી. હુમલો થયા બાદ વહેલી તકે કસરત કરવાની બાબતથી હાર્ટની સ્થિતિ વધારે સારી થાય છે. લાંબાગાળા સુધી કસરત યોગ્ય વિકલ્પ છે. યુનિવર્સિટી ઓફ અલબર્ટામાં અભ્યાસ કરનાર મુખ્ય સંશોધક માર્ક હેકોવસ્કીએ કહ્યું છે કે હાર્ટની કામગીરી પર કસરત ખૂબ જ યોગ્ય અસર કરે છે. અગાઉની ગણતરી આ અભ્યાસમાં ખોટી સાબિત થઈ ગઈ છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કોટન અને ખુલ્લા કપડા પહેરવા જાઇએ. જ્યુસ પણ ખુબ મદદરૂપ બને છે. તાપથી બચવા માટે છત્રીનો ઉપયોગ પણ કરી શકાય છે. આ ઉપરાંત માથામાં ભીના કપડાને લઇને ચાલવાથી પણ ફાયદો થાય છે. ચહેરાને પણ કપડાથી ઢાકી લેવાની જરૂર હોય છે. ગરમીની સિઝનમાં મળનાર મોટા ભાગના શાકભાજી ઉપયોગી સાબિત થાય છે. જેથી તેનો ઉપયોગ કરવાથી પણ મોટી રાહત થાય છે.