મોટા ભાગના લોકોને સવારમાં બિસ્તર છોડતાની સાથે જ ચાની તલબ લાગે છે. કેટલાક લોકો તો બેડ ટી પણ કરે છે. આના કારણે તરત જ ઉર્જા અને ફ્રેશનેસ મળે છે. પરંતુ તેમાં જરૂર કરતા વધારે પ્રમાણમાં કેફીન, પ્લેવનોઇડ્સ, ટેનિન, ફાઇટોકેમિકલ્સ મળે છે. વધારે પ્રમાણમાં ચા પીવાથી તત્વો શરીરને નુકસાન પહોંચાડે છે. જ્યારે ચાને બીજી વખત ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા ટેનિન અને ટાયલિનનુ પ્રમાણ અતિ ઝડપથી વધે છે. આના કારણે એસિડિટીની તકલીફ ઉભી થઇ શકે છે.
પેટ, આંતરડાને આના કારણે નુકસાન થાય છે. ફાઇટો કેમિકલ શરીરના બાયોલોજિકલ સિસ્ટમને માઠી અસર કરે છે. નુકસાનથી બચવા માટેની પણ કેટલીક રીત રહેલી છે. ચાના બદલે હર્બલ અને ગ્રીન ટી પીવામાં આવે તે તેના કારણે ફાયદો થાય છે. આ પણ ૨-૩ વખતથી વધારે ઉપયોગ કરવામાં ન આવે તેવી સલાહ નિષ્ણાંત લોકો દ્વારા આપવામાં આવે છે. આને બનાવી લીધા બાદ તરત જ પીવામાં આવે તે જરૂરી છે. વધારે પડતી ગરમ ન રહે તેની કાળજી ચોક્કસપણે રાખવામાં આવે તે જરૂરી છે. નિષ્ણાંત લોકો સલાહ આપે છે કે આને ઉંઘી જવાના ત્રણ કલાક પહેલા અને ભોજન કરવાથી એક કલાક પહેલા પીવામાં આવે તે જરૂરી છે.