અમદાવાદ : હોળીના પર્વ પર કોઇ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે યાત્રાધામ ડાકોરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે. ભાગદોડની કોઈ ઘટના ન બને તે માટે પણ પગલાં લેવાઈ રહ્યા છે. યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના મંદિર અને આસપાસના તમામ વિસ્તારોને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. મંદિરમાં કોઇ પણ ત્રાસવાદી હુમલાની ઘટના ન બને તે માટે પગલા લેવામા આવ્યા છે.સમગ્ર મંદિર સંકુળ અને આસપાસના વિસ્તારોમાં ગોઠવી કાઢવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી ચુકી છે.મંદિરને જોડતા તમામ માર્ગો પર જુદા જુદા છ સેક્ટર બનાવીને પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
મેળા દરમિયાન જુદા જુદા સેક્ટરોમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, પોલીસ જવાનો, એસઆરપી જવાનો, મહિલા પોલીસ, હોમ ગાર્ડ, મહિલા હોમ ગાર્ડ, મહિલા એસઆરપી સહિત હજારો પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવી ચુક્યા છે. હાઇ ડેફિનેશન તથા નાઇટ વિજનની સાથે ૩૬૦ ડિગ્રીની તીવ્રતાની ફરતા કેમરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. જે સતત શંકાસ્પદ લોકોની અવરજવર પર બાજ નજર રાખશે. સીસીટીવી ફુટેજની ચકાસણી માટે કન્ટ્રોલરૂમમાં યોગ્ય સ્ટાફની નિમણૂંક કરી દેવામાં આવી છે. તમામ ટોપ પોલીસ અધિકારીઓ પણ પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છે.
દર વર્ષની જેમજ આ વખતે પણ પુરતા પગલા લેવામાં આવ્યા છે. ડ્રોન કેમેરા મારફતે પણ નજર રાખવામાં આવી રહી છે. આ વખતે ચેતક કમાન્ડોની ટીમ પણ ગોઠવીદેવામાં આવી છે. પોલીસ તરફથી પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ તરફથી પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. લોકોમાં જોરદાર ઉત્સાહ ભગવાનના દર્શન કરવા માટે જોવા મળી રહ્યો છે. ચેતક કમાન્ડોની ટીમ અને ડ્રોન કેમેરા મારફતે પણ નજર રાખવામાં આવી રહી છે. ગઇકાલે જ સુરક્ષા પાસાની તમામ ચકાસણી કરવામાં આવી હતી. ચેતક કમાન્ડોની ટીમ આસપાસ ગોઠવી દેવામાં આવી છે. જે સ્થિતી પર નજર રાખી રહી છે.