સાયરસ મિસ્ત્રી આજે મિસ્ત્રી વેન્ચર્સ એલએલપીની રચનાની જાહેરાત કરી. નવા સાહસોની શરૂઆત કરવા માટેના બીજ રોપવા અને ભારતમાં તથા વૈશ્વિક સ્તરે પ્રારંભિક તબક્કા માટે મૂડી વૃદ્ધિ અને સ્ટાર્ટ અપ્સ માટે બિઝનેસોને વ્યૂહાત્મક અંતદ્રષ્ટિ પ્રદાન કરવા માટે તેમની કંપની કામ કરશે.
મિસ્ત્રી વેન્ચર્સ તેમની સાથે વરિષ્ઠ ભાગીદાર અને અગાઉ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ્સના સ્ટ્રેટેજી પ્રેક્ટિસના ગ્લોબલ લીડર આશિષ ઐયરને તેમની કંપનીની આગેવાની કરવા માટે લાવશે. શ્રી સાયરસ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “આશિષ વૈશ્વિક ધોરણે અનેક ક્ષેત્રની કંપની સાથે કામ કર્યું છે અને તેમને વિવિધ ડોમેઇનનો અનુભવ છે તેમ જ સ્ટ્રેટેજી, ગો-ટુ-માર્કેટ, ડિજીટલ, ઇનોવેશન વગેરેમાં નિપુણતા છે. તેમને કંપનીના બોર્ડમાં લેતા મને ઘણો આનંદ થાય છે.”
મિસ્ત્રી વેન્ચર્સ માટેના તેમના દ્રષ્ટિકોણની રૂપરેખા સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે, “સકારાત્મક સામાજિક અસર સાથે નફો પહોંચાડવાનો હેતુ અમારા દરેક સાહસો અને ભાગીદારીમાં વણાયેલો હશે.”
“મિસ્ત્રી વેન્ચર્સ માત્ર કંપનીમાં રોકાણ કરતા કંઇક વિશેષ કરશે. મુખ્ય વૈશ્વિક અને સ્થાનિક વલણોની ઉદ્યોગો અને કંપનીઓ પર થતી અસરની સમીક્ષા કરીને અમે નવા બિઝનેસ શરૂ કરીશું અને ભાગીદારી કરીશું અને વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરીશું. મિસ્ત્રી વેન્ચર્સ બિઝનેસની આગેવાની પર ધ્યાન કેન્દ્રીત કરશે અને સ્ટાર્ટ અપ્સ માટે જરૂરી યોગ્ય બિઝનેસ પ્રયોગોને હાથ ધરી તેમના ઉત્પાદન અને સેવાઓને બજાર સુધી ઝડપથી પહોંચાડવા માટે અનન્ય કાર્યક્ષમતા પ્રદાન કરશે.”
મિસ્ત્રી વેન્ચર્સ એલએલપીને સંયુક્ત રીતે શાપુરજી પાલનજી જૂથના શ્રી શાપુર મિસ્ત્રી અને શ્રી સાયરસ મિસ્ત્રી દ્વારા પ્રમોટ કરવામાં આવ્યું છે. શાપુરજી પાલનજી જૂથ 150થી વધુ વર્ષનો ઇતિહાસ ધરાવતું વૈશ્વિક રીતે વૈવિધ્યસભર જૂથ છે, જે એન્જિનિયરિંગ અને બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિઅલ એસ્ટેટ, વોટર, એનર્જી અને ફાયનાન્શિયલ સેક્ટરમાં કામ કરે છે અને વિશ્વ સ્તરે 60થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે.
સંપર્કઃ [email protected]