પુરી : ઓરિસ્સામાં ચક્રવાતી તોફાનના કારણે કુલ ૪૧ લોકોના મોત થયા છે અને ૫૦૦૦૦ કરોડનુ ભારે નુકસાન થયુ છે. ત્રીજી મેના દિવસે વિનાશકારી તોફાન આવ્યુ હતુ. જેના ભાગરૂપે તોફાની પવનની સાથે વરસાદ થયો હતો. સેંકડોની સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. હવામાન વિભાગ દ્વારા તોફાન પહેલા જ ચેતવણી આપીને લોકોને સાવધાન કર્યા હતા. હવામાન વિભાગની ચેતવણી બાદ વિનાશકારી તોફાન ત્રાટકે તે પહેલા જ ૧૨ લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી લેવામાં આવ્યા હતા. કેન્દ્રક સરકાર અને ઓરિસ્સા સરકારની શાનદાર કામગીરના કારણે નુકસાન પ્રમાણમાં ઓછુ રહ્યુ હતુ.
તોફાનની જેટલી તીવ્રતા હતી તેની તુલનામાં નુકસાન ઓછુ રહ્યુ હતુ. જા કે કુલ મોતનો આંકડો તો તમામ સાવચેતી રાખવામાં આવી હોવા છતાં ૪૧ સુધી પહોંચી ગઇ હતી. ૧.૫ કરોડથી વધારે લોકોને અસર થઇ હતી. તોફાનના કારણે આશરે પાંચ લાખ આવાસ, ૩૪ લાખ પશુ અને ૬૭૦૦ હોÂસ્પટલોને નુકસાન થયુ છે. સરકારી અાંજ મુજબ ફેનીના કારણે ૫૦૦૦૦ કરોડનુ નુકસાન થયુ છે. ભુવનેશ્વર હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે મોટા ભાગે નુકસાન ભુવેનેશ્વરમાં થયુ છે. જે પુરીથી ૫૦ કિલોમીટરના અંતરે Âસ્થત છે. તોફાન દરમિયાન ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા લોકોની હાલત કફોડી બની ગઇ હતી. સાથે સાથે ભારે વરસાદ થયો હતો. કુલ ૧૪ જિલ્લામાં તેની અસર જોવા મળી હતી. ફેની તોફાનના કારણે ભારે નુકસાન થયા બાદ સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા સમાર કામ જારી છે.
સરકાર દ્વારા હાલમાં આશરે ૮૦૦૦૦ કિલોમીટર લો ટેન્શન પાવર લાઇન અને ૬૪૦૦૦ ટ્રાન્સફોર્મરને વ્યવÂસ્થત કરવાન કામગીરીમાં લાગેલી છે. ઓરિસ્સાના કેન્દ્ર ભુવનેશ્વર, કટક અને પુરીમાં માળખાકીય સુવિધા સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે. ઓરિસ્સાના વિવિધ ભાગોમાં ભારે નુકસાન થયુ છે. કટક અને ભુવનેશ્વરમાં વીજળી પુરવઠો પુન સ્થાપિત કરવામાં હજુ એક મહિનાનો સમય લાગી શકે છે.તોફાનથી ઓરિસ્સામાં ભારે નુકસાન થયુ હતુ. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. કેટલાક વિસ્તારો પાણીમાં જળબંબાકાર થઇ ગયા હતા.અતિ પ્રચંડ ચક્રાવાતી તોફાન ફેની ત્રીજી મેના દિવસે સવારે આઠ વાગે ઓરિસ્સામાં ત્રાટક્યું હતું. આની અસર હેઠળ શરૂઆતમાં ૧૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયા બાદ તેની ગતિ વધી હતી અને ૨૪૫ પ્રતિ કલાક કિલોમીટર થઈ હતી.
પાટનગર ભુવનેશ્વરમાં પણ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. ભુવનેશ્વરમાં અનેક જગ્યાઓએ વૃક્ષો તૂટી પડ્યા હતા. અગાઉ ફેની તોફાન ઓરિસ્સાના દરિયાકાઠાના વિસ્તારમાં પૂર્ણ તાકાત સાથે ત્રાટક્યુ હતુ. તેની જારદાર અસર હેઠળ ઓરિસ્સાના ધાર્મિક શહેર પુરી સહિત તમામ વિસ્તારોમાં ૨૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ હતું. ઓરિસ્સામાં ભારે વરસાદ પડ્યો હતો. નુકસાનને ટાળવા માટે તંત્ર દ્વારા પહેલાથી જ પગલા લેવામાં આવ્યા બાદ રાહત થઇ હતી. રેલવે દ્વારા હાલમાં સાવચેતીના પગલારૂપે ૨૦૦ ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ફેનીના કારણે ઓરિસ્સાના આશરે ૧૦,૦૦૦ ગામ અને બાવન શહેરો પ્રભાવિત થયા હતા.