છેલ્લા ૨૪ કલાક દરમિયાન ક્રિપ્ટો માર્કેટમાં ભારે વેચવાલી જાેવા મળી છે. આજે સવારે ૯ઃ૩૬ વાગ્યા સુધીમાં, બજાર ૧૩.૬૯ ટકા ઘટ્યું હતું અને વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ ઘટીને $૧.૨૩ ટ્રિલિયન થઈ ગયું છે. ૨૧ જુલાઈ ૨૦૨૧ના રોજ ક્રિપ્ટોકરન્સી $૧.૧૯ ટ્રિલિયનના માર્કેટ કેપને સ્પર્શી ગઈ હતી.
જાે આપણે વૈશ્વિક માર્કેટ કેપના ઉચ્ચતમ સ્તર વિશે વાત કરીએ, તો તેણે ૯ નવેમ્બર ૨૦૨૧ ના ??રોજ $૨.૯૩ ટ્રિલિયનનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારથી, આ આંકડો લગભગ ૬૦ ટકા નીચે આવ્યો છે. Bitcoinની કિંમતમાં આજે ૮.૬૬ ટકાનો ઘટાડો થયો છે. ગઈકાલે પણ તે લગભગ ૮ ટકા નીચે હતો. આ ચલણ આજે $૨૮,૫૨૬.૦૦ પર ટ્રેડ થઈ રહ્યું છે.
અત્યાર સુધી તે ૪૦ હજાર ડોલરથી નીચે જવાના અહેવાલ હતા, પરંતુ હવે તે ઘટીને ૩૦ હજાર ડોલર થઈ ગયા છે. બીજા નંબરની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી Ethereumની કિંમત છેલ્લા ૨૪ કલાકમાં ૧૬.૩૩% ઘટીને $૧,૯૭૬.૦૯ થઈ ગઈ છે. બિટકોઈન એક સપ્તાહમાં ૨૮.૧૮% ઘટ્યો છે, જ્યારે Ethereum ૩૨.૮૨% ઘટ્યો છે.
સૌથી મોટો ઘટાડો ટેરા લુનામાં જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન આ ચલણમાં ૯૬.૮૬% ટકાનો ઘટાડો થયો છે. અને જાે એક સપ્તાહની વાત કરીએ તો તેમાં ૯૯.૫૧%નો ઘટાડો થયો છે. મતલબ કે જાે કોઈએ આ ચલણમાં ૧ લાખનું રોકાણ કર્યું હોય તો તેની પાસે એક દિવસમાં ૪ હજાર રૂપિયા પણ બચ્યા ન હશે.
ગઈકાલે ટેરા લુનામાં ૪૮.૬૧ ટકાનો ઘટાડો થયો હતો અને તેના એક દિવસ પહેલા તે ૫૫ ટકા ઘટ્યો હતો. હાલમાં તેની કિંમત એક ડોલરથી નીચે ઘટીને ૦.૪૨૨૪ ડોલર થઈ ગઈ છે. માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં, આ ચલણ ગઈકાલે જ ટોચના ૨૦ ની યાદીમાંથી બહાર હતું, પરંતુ આજે તે ૬૩માં સ્થાને સરકી ગયું છે.
વિશ્વભરના બજારોમાં જબરદસ્ત ઘટાડાનો સમયગાળો ચાલી રહ્યો છે. નવેમ્બર ૨૦૨૧ થી અમેરિકન ઇન્ડેક્સ નાસ્ડેક ૪૦ ટકાથી વધુ ઘટ્યો છે, જ્યારે ભારતીય ઇન્ડેક્સ નિફ્ટી અને સેન્સેક્સ બંને ૧૪-૧૪ ટકાથી વધુ ઘટ્યા છે. પરંતુ જાે ક્રિપ્ટોકરન્સી માર્કેટની વાત કરીએ તો તેનો ઘટાડો ઘણો વધારે છે. કેટલીક કરન્સી એવી છે જે ૮૦ થી ૯૦ અથવા તેનાથી પણ વધુ ટકા સુધી ઘટી છે.