તમે બહાર રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોવ અથવા તો કોઈના ઘરે લંચ કે ડિનર માટે,સૌથી પહેલા કાચની પ્લેટ અથવા તો સર્વિંગ બાઉલ તરફ બધાનું કેન્દ્રિત થતું હોઈ છે. ક્રોકરી દરેક મહિલાની પહેલી પસંદ હોઈ છે અને દરેકની પ્રિય પણ હોઈ છે, પછી ભલેને તે ગમે તેટલી ખર્ચાળ કે મોંઘી કેમ ના હોઈ,તેની કોઈપણ કિંમત ચૂકવવા ગૃહિણીઓ તૈયાર થઇ જતી હોઈ છે.
ક્રોકરીનું કૉલેકશન દરેક ઘરમાં જોવા મળતું હોય છે, માત્ર તેની ખરીદીથી વાત પુરી નથી થતી,પરંતુ તેની જાળવણી અને તેને સ્વચ્છ રાખવી પણ અગત્યની છે,આજે આપણે ક્રોકરીની માવજત અને સફાઈ વિશે વાત કરીશુ.
➥ કાચના વાસણનો ઉપયોગ પૂરો થાય એટલે તરત જ તેને સાફ કરી લેવા જોઈએ, ગંદા વાસણ ભેગા કરી, લાંબો સમય રાખવાથી તેને ધોવામાં અને સાફ કરવામાં ખુબજ વધુ સમય લાગે છે.
➥ આજકાલ માઈક્રોવેવ ફ્રેન્ડલી ક્રોકરી પણ મળે છે, પરંતુ અમુક મેટાલિક ડિઝાઇન ધરાવતી ક્રોકરીનો ઉપયોગ માઇક્રોવેવમાં કરવો યોગ્ય નથી.
➥ તેને ક્યારેય હાર્ડ સ્ક્રબિંગ પેડથી સાફ કરવી નહિ, તેના માટે ખાસ અલગ ડિટર્જન્ટ આવે છે, તેનો ઉપયોગ કરવો, નહીં તો તે પોતાની ચમક અને રંગ ગુમાવી બેસે છે.
➥ ક્રોકરીને સ્ટોર કરવા માટે, દરેક વચ્ચે ટીશ્યુ પેપર અથવા તો આછું કપડું રાખવું, જેથી લેવા મુકવામાં ટકરાવાનો કે તૂટવાનો પ્રશ્ન રહેતો નથી.
➥ કાચના કપને ક્યારેય સ્ટેન્ડ પર લટકાવીને રાખવા નહિ, તેવું કરવાથી તેનું હેન્ડલ વેહલા તૂટવાની શક્યતા રહે છે.
➥ ક્રોકરીને સાફ કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો, ગરમ પાણી ઠંડા પાણીની સરખામણીમાં વધુ સારી રીતે અને ઝડપી ગંદકી અને ચીકાશને દૂર કરે છે.
➥ સફેદ કલરની પ્લેટ કે અન્ય ક્રોકરીને તમે બેકિંગ સોડાના ઉપયોગથી પણ સાફ કરી શકો છો, તેનાથી દાગ સરળતાથી નીકળી જાય છે. બેકિંગ સોડામાં થોડું ગરમ પાણી ઉમેરીને સાફ કરવું.
ઉપરોકત ટિપ્સ તમને તમારો ફેવરિટ ક્રોકરી સેટને ક્લીન રાખવામાં મદદ કરશે,તમે સરળતાથી મેન્ટેન કરી શકશો.