તાજેતરના સમયમાં દેશમાં રેપ સહિતના કમકમાટીભર્યા બનાવો સતત વધી રહ્યા છે. દરરોજ કોઇને કોઇ બળાત્કાર, હત્યા અને અન્ય અપરાધના બનાવો અમારી સામે આવતા રહે છે. વારંવાર વિરોધ પ્રદર્શન થાય છે પરંતુ અપરાધ થતા રહે છે. કોઇ બનાવ બનતાની સાથે જ લોકો વિરોધ પ્રદર્શન કરવા મેદાનમાં આવી જાય છે. એકત્રિત થયેલા લોકોમાં નારાજગી હોય છે અને ગુસ્સો હોય છે. આ લોકો ફાંસી આપો ફાંસી આપોના નારા લગાવતા નજરે પડે છે. પરંતુ કોને ફાંસી આપો બળાત્કારીને કે પછી અન્ય અપરાધીને . મધ્યપ્રદેશના મંદસૌરમાં આઠ વર્ષની માસુમ બાળકી પર હાલમાં જે કૃત્ય થયુ છે તેનાથી શરમજનક Âસ્થતી સર્જાઇ ગઇ હતી. આઠ વર્ષીય બાળકીની સ્કુલમાંથી રજા થઇ ગઇ હતી. તમામ બાળકો ઘરે જતા રહ્યા હતા. આ બાળકી અટવાઇ ગઇ હતી. કારણ કે ઘરેથી કોઇ લેવા માટે આવ્યુ ન હતુ. જ્યારે કોઇ લેવા માટે પહોંચ્યા ત્યારે બાળકીને કોઇ અન્યો જ લઇને જતા રહ્યા હતા.
ઘરના લોકો પરેશાન હાલતમાં પોલીસ પાસે પહોંચી ગયા હતા. પોલીસે આ બોલાવ્યા વગર આવેલી આફતને ટાળવા માટેના બનતા તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ જ્યારે આને ટાળવામાં નિષ્ફળ રહ્યા ત્યારે બાળકીની લાપતા થયા અંગે ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે તે બાળકી કોઇ સુમસાન રસ્તા પર મળી ત્યારે તમામ લોકોએ કહ્યુ કે તે દિલ્હીની નિર્ભયા કાંડથી પણ આગળ નિકળી જાય તેવી ઘટના છે. આ કેવી કમનસીબ બાબત છે કે અમે નિર્ભયા કાંડનો ઉલ્લેખ વારંવાર કરવા લાગી ગયા છીએ. તેને માપદંડ તરીકે ગણવા લાગી ગયા છીએ.
આ સમગ્ર ઘટનાક્રમ કઇ રીતે થયો અને કઇ રીતે આગળ વધ્યો તેમાં જાણવાની કોઇ જરૂર વધારે નથી. ભીડના લોકો પણ આવી સ્થિતીમાં જ દેખાય છે. ઘટના બનતાની સાથે જ તમામ લોકો સપાટી પર આવે છે. આવી સ્થિતીમાં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય છે કે મંદસૌર જેવી નાનકડી જગ્યાએ રેપ જેવા બનાવ બાદ આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જાય છે અને આક્રોશ વ્યક્ત કરે છે ત્યારે પ્રશ્ન એઉઠે છે કે લોકો જા આટલા સાવધાન રહે છે તો આ પ્રકારના બનાવો બને છે કેમ. જે સમાજમાં એટલા બધા લોકો બળાત્કાર જેવી ઘટનાને લઇને એટલી નિંદનીય માને છે કે જાહેરમાં એકત્રિત થઇ જાય છે. જા લોકો બળાત્કારની ઘટનાને આટલી નિંદનીય ગણે છે તો આ પ્રકારના બનાવો કઇ રીતે બની શકે છે. કોઇ બળાત્કારીની ગુના માટે હિંમત જ કેમ થવી જોઇએ. બળાત્કાર કરનાર અમારા સમાજની વ્યક્તિ છે. તે પોતે પણ જોવે છે અને જાણે છે કે અમે તમામ પણ પોતાના ઘરમાં અથવા તો પોતાના સમાજમાં યુવતિની સ્વતંત્રતા, હૈસિયત અને તેની આઝાદીને સ્વીકાર કરતા નથી. શુ અમારા ઘરમાં યુવતિ સુરક્ષિત છે. સમાજમાં સુરક્ષિત છે.
કહેવામાં આવે છે કે યુવતિ સાથે સૌથી વધારે મનમાની ઘરમાં હોય છે. સંબંધીઓ વચ્ચે સૌથી વધારે મનમાની હોય છે. આ તમામ બાબતોને બળાત્કારી પણ જાવે છે અને સમજે છે. તે એ પણ જાણે છે કે તમામ લોકો થોડાક સમય માટે હલ્લો મચાવશે અને ત્યારબાદ તમામ બાબતો શાંત થઇ ત્યારે પણ આવો જ આક્રોશ દેશભરમાં જોવા મળ્યો હતો. વર્મા કમીશનની રચના કરવામાં આવી હતી. જાતા જાતામાં સરકારને તે કમીશનની ભલામણમાં પાણી ભેળવી દેવાની જરૂરિયાત દેખાઇ હતી. યુવકોથી કેટલીક ભુલો થઇ જાય છે તે પ્રકારના નીચલા સ્તરના નિવેદન પણ કરવામાં આવ્યા હતા. બળાત્કાર કોની સાથે થયો છે, બળાત્કારી કોણ છે, ધર્મ અને જાતિને જાણી લેવામાં આવે છે. શિકાર અને શિકારીઓની હૈસિયત પણ જાવામાં આવે છે. કઠુઆ બાદ આવી જ સ્થિતી સર્જાઇ હતી. ઉન્નાવ કાંડની ઘટના પણ બની ચુકી છે. અપરાધી જાણે છે કે નિર્ભયા કાંડ પણ દિલ્હીમાં રેપની ઘટના રોકાઇ નથી. આગામી ઘટનામાં કેટલાક એવા લોકો પણ હતા જે ઇÂન્ડયા ગેટ પર મીણબત્તી લઇને વિરોધ કરી રહ્યા હતા. ફાંસી આપવાથી ન્યાય કઇ રીતે મળી શકે છે. ફાંસીના કારણે ગુનામાં કમી આવે છે તેવા કોઇ આંકડા દેખાતા નથી. ફાંસી ફાંસીથી અમારી નારાજગી દેખાય છે. કારણ કે તે હમેંશા બીજા માટે હોય છે. બળાત્કારના કારણે કોઇ ભાઇએ પોતાના ભાઇ સાથે, પિતા સાથે , પોતાના પતિની સાથે સંબંધો તોડી લીધા છે તેવા કિસ્સા ક્યાં સાંભળવા મળે છે. સજા એવી કરવી જોઇએ કે અપરાધ રોકવામાં મદદ મળી શકે. ભાજપના એક વખતના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી વારંવાર અફઝલ માટે ફાંસીની માંગ કરતા હતા અને હવે જ્યારે અફજળને ફાસી આપી દેવામાં આવી છે ત્યારે કેટલા અફજલ જન્મ લઇ ચુક્યા છે. અમે કેટલાક લોકોને ભગવાનનો દરજ્જા આપી દઇઅ છીએ જેમ કે આસારામ અને ગુરમિત રામ રહીમના દાખલા છે. આવુ કરીને અમેરેપના આશ્રમ બનાવી દઇએ છીએ. અપરાધીને એવી સજા કરવી જોઇએ જેથી અન્યો એ દિશામાં આગળ વધતા રોકાઇ શકે. સમાજમાં જાગૃતિ જરૂરી બની છે.