ક્રિકેટર ગ્લેન મેક્સવેલ ભારતીય યુવતી સાથે લગ્ન કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ

તમિલમાં લખેલા વેડિંગ કાર્ડ મુજબ આ લગ્ન કદાચ પરંપરાગત ભારતીય લગ્ન હશે, જે મેલબોર્નમાં પણ થવા જઈ રહ્યા છે. સ્થળ ડાઉનટાઉનમાં બ્લેકબર્ન રોડ પર વોગ બોલરૂમ છે. તમિલ બ્રાહ્મણ છોકરી વિનીનો જન્મ અને ઉછેર મેલબોર્નમાં થયો હતો. વિનીના જન્મ પહેલા તેના પિતા રામાનુજ દાસન અને માતા વિજયાલક્ષ્મી રમણ ઓસ્ટ્રેલિયા ગયા હતા. વિન્નીનું નામ વર્ષ ૨૦૧૯માં ચર્ચામાં આવ્યું, જ્યારે મેક્સવેલ એવોર્ડ્‌સમાં તેનો હાથ પકડીને જાેવા મળ્યો હતો. વિની અને મેક્સવેલે ૧૩ માર્ચ, ૨૦૨૦ના રોજ મેલબોર્નમાં પરંપરાગત ભારતીય સમારોહમાં હાજરી આપી હતી. જ્યારે મેક્સવેલે વાદળી રંગની શેરવાની પહેરી હતી, તો વિન્ની લહેંગા પહેરેલી જાેવા મળી હતી. તેમની ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના હતી, પરંતુ કોવિડ -૧૯ની લહેર પછી લગ્નમાં વિલંબ થયો હતો. વર્ષ ૨૦૧૭માં બંનેની મુલાકાત કેવી રીતે થઈ તે વિશે વધુ માહિતી નથી. વિનીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગ્લેન મેક્સવેલ સાથેની પોતાની એક તસવીર શેર કરી ત્યારે કેટલીક અફવાઓ ફેલાઈ ગઈ. ત્યારથી વિની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેક્સવેલ સાથેની તેની સુંદર પળોને શેર કરી રહી છે. તેનો ક્રિકેટર બોયફ્રેન્ડ ટૂંકા ફોર્મેટમાં તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે.તમિલમાં લખેલા વેડિંગ કાર્ડ મુજબ ગ્લેન મેક્સવેલ અને વિની રમન મેલબોર્નમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ ૨૭ માર્ચે તેની ભારતીય મૂળની મંગેતર વિની રામન સાથે લગ્ન કરશે.

Share This Article