આ મહિલા ક્રિકેટ કેપ્ટન બની પંજાબ પોલીસમાં DSP

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય મહિલા 20 20 ક્રિકેટની કેપ્ટન હરમનપ્રિત કૌર બની DSP,  પંજાબ પોલીસ…!!  સી.એમ. ખુદ આવ્યા સિતારા લગાવવા…!!

મહિલા 20-20 ક્રિકેટ ટિમ ની કેપ્ટન હરમનપ્રિત કૌર ક્રિકેટ કૌશલ્યની સાથે હવે દેશની સુરક્ષાની પણ જવાબદારી પણ સંભાળશે, આ યુવા મહિલા ક્રિકેટર હરમનપ્રિત કૌર પાછલા ત્રણ વર્ષ થી ભારતીય રેલવે જોડે કાર્યાલય અધિક્ષક તરીકે સંકળાયેલ હતી અને તેને પોતે જ પંજાબ પોલીસ માં જોડાવવા ની અરજી આપી હતી. તે અરજી ને માન્ય રાખી અને તેઓને રેલવે માંથી મુક્ત કરવા માં આવ્યા હતા જેથી તેઓ પંજાબ પોલીસ માં જોડાઈ શકે.

આ પદભાર સંભાળતી વખતે મહિલા શશક્તિકરણ ને પ્રોત્સાહિત કરવા માટે પંજાબ ના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ ખુદ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ એ ખુદ પોતાના હસ્તે હરમનપ્રિતના ખભા ઉપર સિતારા લગાવી આપ્યા હતા. આ ઉપરાંત ત્યાં ડીજીપી સુરેશ અરોરા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખબરપત્રી ટિમ આવા સાહસવીર ખેલાડીઓ ને સલામ કરે છે અને સફળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવે છે !!

Share This Article