અમદાવાદ : ભારતમાં લ્યુબ્રિકન્ટ્સ ક્ષેત્રમાં ઝડપથી વિકસતી કંપનીઓમાં સામેલ ગલ્ફ ઓઇલે તેના બ્રાન્ડ એમ્બેસેડર અને પ્રસિદ્ધ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે આજે અમદાવાદમાં કંપનીની ટૂ-વ્હીલર બેટરી ગલ્ફ પ્રાઇડની નવી પાવરફૂલ રેન્જ લોન્ચ કરી હતી. ગલ્ફ ઓઇલે બેટરીઓનાં વ્યવસાયનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. ગલ્ફ ઓઇલ દ્વારા સૌપ્રથમવાર ટુ વ્હીલર માટે ઇન્સ્ટા સ્ટાર્ટ અને મેન્ટેનન્સ ફ્રીના અનોખા ફિચર્સ સાથે શ્રેષ્ઠ ક્રેન્કીંગ પાવર સાથે ગલ્ફ પ્રાઇડ બેટરીઓની પાવરફુલ રેન્જ લોન્ચ કરી હતી. ઉપભોક્તાઓ માટે ઉપયોગી અને શ્રેષ્ઠ આ બેટરી વાહનનાં માલિકને એમની સફર તરત જ શરૂ કરે છે એટલે ઇન્સ્ટા સ્ટાર્ટની સુવિધા આપે છે એમ અત્રે ગલ્ફ ઓઇલના મેનેજીંગ ડિરેકટર રવિ ચાવલાએ જણાવ્યું હતું. દરમ્યાન ક્રિકેટર હાર્દિક પંડયાએ તે તેની ઇજામાંથી બહાર આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ મેદાન પર જાવા મળે તેવી આશા વ્યકત કરી હતી. તેણે સ્પષ્ટ કર્યું હતું કે, તે હવે ધીરેધીરે બોલીંગ કરતો થઇ ગયો છે અને ફરીથી ફીટ થઇ મેદાન પર આવવા આતુર છે.
ગલ્ફ કે અન્ય કોઇપણ પ્રોડકટ સાથે જાડાયા બાદ મેદાન પર દેખાવ કરવા માટે માનસિક દબાણ વધે છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં હાર્દિકે જણાવ્યું કે, આ બધુ મેદાનની બહાર હોય છે, મેદાન પર ગયા બાદ અમે કંઇ યાદ રાખતા નથી, ત્યારે તે દેશ માટે રમવું અને જીત મેળવવી બસ એ એક જ લક્ષ્ય હોય છે. એટલે તેનાથી પરફોર્મન્સ પર કોઇ ખાસ ફેર પડતો નથી એમ હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું. દરમ્યાન ગલ્ફ ઓઇલના મેનેજીંગ ડિરેકટર રવિ ચાવલાએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને ભારતમાં એવી માન્યતા છે કે, સારા કામની શરૂઆત સારી થાય છે. એટલે નવી બ્રાન્ડ દિવસની શરૂઆતમાં જ સ્ટાર્ટ મસ્ત તો દિન જબરદસ્તની ઉત્સાજનક લાગણી જન્માવે છે. ગલ્ફ પ્રાઇડની તમામ બેટરીઓની ડિઝાઇનમાં અત્યાધુનિક વીઆરએલએ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે.
વાલ્વ રેગ્યુલેટેડ ડિઝાઇન સાથે એનું ગેસ રિકમ્બાઇનન્ટ સેલમાંથી ઇલેટ્રોટાઇપને તરત જ ઝડપી લે છે, જેથી એમાં ડિસ્ટિલ્ડ વોટર સાથે ઉપરથી ભરવાની જરૂર ન હોવાથી એ સંપૂર્ણપણે મેઇન્ટેનન્સ ફ્રી બેટરી છે. પ્લેટ પર અત્યાધુનિક લેડ કેલ્શિયમનું મિશ્રધાતનું આવરણ છે, જે ઘર્ષણમાં નોંધપાત્ર ઘટાડો કરે છે એટલે સ્ટાર્ટ-અપની શ્રેષ્ઠ ક્ષમતા મળે છે. બેટરી એબીએસ સાથે આવે છે, જે સાધારણ બેટરી કન્ટેઇનર્સની સરખામણીમાં વધારે હીટ અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે. આ બેટરીઓ નવા અને આકર્ષક પેકેજિંગમાં આવે છે, જેનાં પર એની ખાસિયતો અને ફાયદા ઊડીને આંખે વળગે એવી રીતે અને સુંદરતા સાથે પ્રસ્તુત થયા છે. ક્રિકેટનાં મેદાન પર શ્રેષ્ઠ અને જબરદસ્ત દેખાવ સાથે હાર્દિક પંડ્યા ગલ્ફ પ્રાઇડ બેટરીઓની ખાસિયતોનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે. અમે એને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ખુશ છીએ. દરમ્યાન ગલ્ફ ઓઇલ સાથે પોતાની પાર્ટનરશિપ વિશે પ્રસિદ્ધ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, હું ગલ્ફ પ્રાઇડ બેટરીનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને ખુશ છે. ક્રિકેટમાં સફળતા મેળવવા માટે સારી શરૂઆત અને સતત સારાં દેખાવનો સમન્વય જરૂરી છે. ગલ્ફ પ્રાઇડ બેટરીઓ રાઇડરને ઇન્સ્ટા-સ્ટાર્ટ આપવાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે, જે શ્રેષ્ઠ સવારી સુનિશ્ચિત કરે છે. વર્ષ ૨૦૧૩માં લોંચ થયા પછી ગલ્ફ પ્રાઇડ બેટરીઓએ ૨ મિલિયનથી વધારે ગ્રાહકોને ભરોસો જીત્યો છે અને અત્યારે એની રેન્જ ૯૦૦૦થી વધારે રિટેલ કાઉન્ટર્સમાં ઉપલબ્ધ છે. ગ્રાહકને વધુ ખુશ કરવા ગલ્ફ ઓઇલ ઉત્પાદનની ખાસિયતોને સુધારવા સતત કામ કરે છે. કંપનીએ હવે ગલ્ફ પ્રાઇડ ૨-વ્હીલર બેટરીઓની સંપૂર્ણપણે નવી અને પાવરફૂલ રેન્જ પ્રસ્તુત કરી છે.