ફ્રેન્ડશીપ ડે પર યુવતિઓમાં અન્યો કરતા વધારે સારા દેખાવવા માટેની સ્પર્ધા રહે છે. ફ્રેન્ડશીપ ડેના પ્રસંગને ખાસ બનાવવા માટે તમામ તૈયારી કરવામાં આવે તે જરૂરી છે. આ દિવસે તમામ કરતા અલગ દેખાઇ આવવા માટે તમામની ઇચ્છા હોય છે. જો કે ઉતાવળમાં અને આડેધડ ખુબસુરત દેખાવવા માટેના પ્રયોગ કરીને તમે અન્યો કરતા ખરાબ દેખાઇ શકો છો. સાથે સાથે હાસ્યાસ્પદ પણ બની શકો છો. આના માટે પણ કેટલીક તૈયારી પહેલાથીજ કરવામાં આવે તે જરૂરી છે. કોઇ એક દિવસ માટે ખાસ તૈયારી કરવાના બદલે દિવસ હમેંશા માટે ખુબસુરત દેખાવવા માટેના પ્રયાસ કરવા જોઇએ. સ્કીનને ચમકતી રાખવા માટે પ્રતિદિન ઠંડા પાણીથી અથવા તો ગુલાબ જળથી સ્કીનને સાફ કરવામાં આવે તે જરૂરી છે. સ્કીન સાફ કરતા પહેલા કોટનવુડ પેડને ગુલાબ જળમાં ડુબાડીને ફ્રીજમાં મુકી દેવામાં આવે તે જરૂરી છે.
ત્યારબાદ તેને સાફ ધોઇ કાઢવામાં આવે તે જરૂરી છે. ત્યારબાદ સ્કીનને ધોઇ કાઢવામાં આવે. ત્યારબાદ ધીમા પ્રેશર સાથે ચહેરાને સાફ કરવાની જરૂર હોય છે. ગુલાબજળનો પ્રયોગ કરીને યુવતિઓ સ્વચ્છ અને ખુબસુરત દેખાઇ શકે છે. સપ્તાહમાં બે વખત ફેશિયલ સ્ક્રબનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આના કારણે સ્કીન પરથી મૃત કોશિકા દુર થઇ જાય છે. અખરોટના પાવડર, એક ચમચી દહી મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરી શકાય છે. આને ચહેરા પર થોડાક સમય સુધી લગાવીને માલિશ કરવાથી ફાયદો થાય છે.