હવે આલુમેથીના પરોઠાંનો ક્રેઝ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આલુમેથીના પરોઠા પણ લોકોને વરસાદની સિઝનમાં ખુબ પસંદ પડી શકે છે. આલુમેથીના પરોઠા સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ રહેલી સામગ્રી દ્વારા બનાવી શકાય છે. સામગ્રીની વાત કરવામાં આવે તો બે કપ ઘઉના લોટ, એક ચમચી તેલ, એક કપ સમારેલી મેથી, પાંચ ચમચી હિંગ,૨-૩ બટાકા, અડધી ચમચી ગરમ મસાલો અને જરૂર પ્રમાણે કોથમીર પ્રમાણસર મીઠુ અને લીંબુની જરૂર હોય છે. આલુમેથીના પરોઠાં કઇ રીતે બની શકે તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ઘઉના લોટમાં મોણ , મેથી તથા હિંગ તેમજ મીઠુ નાંખી દેવામાં આવે છે. ત્યારબાદ લોટનો પિંડો બાંધવામાં આવે છે.

બટાકા બાફી લીધા બાદ છાલ ઉતારી  દેવામાં આવે છે. તેમાં ગરમ મસાલો નાંખવામાં આવે છે. કોથમીર અને મીઠુ નાંખીને લીંબુ નિચોવી દેવામાં આવે છે. પિંડાના ગોરણાને અડધા વણીને એમાં બટાકાનુ પુરણ ભરી દેવામાં આવે છે. ત્યારબાદ તેને ચારેબાજુથી બંધ કરીને આ લુઆને પાછા વણવામાં આવે છે. તવા પર ધીમા તાપે પરોઠાને ગરમ કરવામા આવે છે.

પરોઠા ગુલાબી થતાની સાથે જ તેને ઉતારી લેવાની જરૂર હોય છે. આની સાથે જ તમારા આલુમેથીના સ્વાદિષ્ટ પરોઠા તૈયાર થઇ જાય છે. તેને કોઇ પણ રીતે ખાઇ શકાય છે. અન્ય શાકની સાથે પણ તેને ખાઇ શકાય છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે તેને ખાઇ શકે છે. કેટલાક લોકો દહીથી તેને ખાવાનુ પસંદ કરે છે.

Share This Article