નવીદિલ્હી : કોઇ સમયે વધારે પડતી માંગ ધરાવતા એન્જિનિયરિંગ પ્રત્યે હવે વિદ્યાર્થીઓની ઇચ્છા શક્તિ ઘટી ગઈ છે. એન્જિનિયરિંગને લઇને વિદ્યાર્થીઓમાં ક્રેઝ સતત ઘટી રહ્યો છે. ૨૦૧૨-૧૩થી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં આશરે ૧.૮૬ લાખનો ઘટાડો થયો છે. વિદ્યાર્થીઓનો ક્રેઝ ઓછો થવાના લીધે મોટી સંખ્યામાં કોલેજા બંધ થવાની સ્થિતિમાં છે. ઓલ ઇન્ડિયા કાઉÂન્સલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના કહેવા મુજબ આશરે ૨૦૦ એન્જિનિયરિંગ કોલેજાએ બંધ કરવાની મંજુરી માંગીને અરજી કરી છે. બીજા અને ત્રીજા દરજ્જાની આ એન્જિનિયરિંગ કોલેજા હવે પ્રવેશ આપનાર નથી પરંતુ વર્તમાન બેંચને કોર્સ પૂર્ણ કરાવશે.
હાલના વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ કરાવી લીધા બાદ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. એઆઈસીટીઈના ચેરમેન અનિલ સાહ†બુદ્ધે કહ્યું છે કે, હાલની બેચમાં ગ્રેજ્યુએટ થવા સુધી આ કોલેજા ચાલતી રહેશે પરંતુ આ વર્ષથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે કે હવેથી ત્રણ ચાર વર્ષ બાદ આ એન્જિનિયરિંગ કોલેજો બંધ થઇ જશે. કોલેજા બંધ થવાથી એન્જિનિયરિંગની સીટોમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ વર્ષે આશરે ૮૦૦૦૦ સીટો ઘટવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૮-૧૯ સહિત ચાર વર્ષના ગાળામાં એન્જિનિયરિંગ કોલેજામાં આશરે ૩.૧ લાખ સીટો ઘટી જશે. ૨૦૧૬થી દર વર્ષે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. દર વર્ષે આશરે ૭૫૦૦૦ વિદ્યાર્થી ઘટી રહ્યા છે. ૨૦૧૬-૧૭માં અન્ડર ગ્રેજ્યુએટ લેવલ પર પ્રવેશની ક્ષમતા ૧૫૭૧૨૨૦ હતી જ્યારે પ્રવેશ મેળવી ચુકેલા ૭૮૭૧૨૭ એટલે કે પ્રવેશમાં ૫૦ ટકાનો ઘટાડો થયો હતો.
૨૦૧૫-૧૬માં કુલ પ્રવેશ ક્ષમતા ૧૬૪૭૧૫૫ હતી જ્યારે પ્રવેશ ૮૬૦૩૫૭ને મળ્યા હતા. એટલે કે બાવન ટકાનો ઘટાડો થયો હતો. જા કે, સંતોષજનક બાબત એ છે કે, આ કોલેજામાં પ્રવેશમાં ઘટાડો થયો છે. અગ્રણી સંસ્થાઓ જેમ કે, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અથવા તો નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંથ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. જે કોલેજા બંધ થઇ રહી છે. તે કોલેજને મોટાભાગના વિદ્યાર્થીઓ પસંદ કરતા નથી. વિદ્યાર્થીઓ આ કોલેજને ખરાબ કોલેજ તરીકે ગણે છે. આજ કારણસર આઈઆઇટી અને એનઆઈટીમાં પ્રવેશમાં વધારો થયો છે.