મુખ્યપ્રધાન તીર્થ યાત્રા યોજનામાં સામેલ કરવામાં આવેલા દક્ષિણ ભારતના સાત નવા રૂટ માટે ૧૫ દિવસ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. નવા રૂટને લઇને વરિષ્ઠ લોકો ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. એવુ જાણવા મળ્યુ છે કે સૌથી વધારે અરજી રામેશ્વરમ તીર્થ સ્થળો માટે આવી રહ્યા છે. રામેશ્વરમ ઉપરાંત તિરુપતિ, શિરડી સહિ સાત નવા તીર્થસ્થળોની યાત્રાને સામેલ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાથી આ સ્થળો માટે ટ્રેનો મોકલી દેવા માટેના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં રેલવે વ્યસ્ત છે.
દિલ્હી તીર્થયાત્રા વિકાસ સમિતિના અધ્યક્ષ કમલ બંસલે કહ્યુ છે કે ચાર સપ્ટેમ્બરથી ટ્રેનો જવાની શરૂઆત કરવામાં આવનાર છે. ત્યારબાદ સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં તીર્થયાત્રા પર મોકલવાનો સિલસિલો જારી રહેશે. દિલ્હી-રામેશ્વરમ-મદુરાઇ યાત્રા આઠ દિવસ માટેની રહેનાર છે. રામેશ્વરમની યાત્રા માટે સૌથી વધારે અરજી આવી છે. હજુ સુધી ૧૯૦૦ કરતા વધારે શ્રદ્ધાળુઓ દ્વારા રામેશ્વરમ જવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી ચુકી છે. આ રીતે આ રૂટ પર બે ટ્રેનોના શેડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રામેશ્વરમ માટે ૧૪મી સપ્ટેમ્બરના દિવસે ટ્રેન રવાના થનાર છે.
આ ઉપરાંત ચાર સપ્ટેમ્બરના દિવસે અમૃતસર, ૧૧ મી સપ્ટેમ્બરના દિવસે દિલ્હી-અજમેર ઉદયપુર ટ્રેન દોડાવવામાં આવનાર છે. મુખ્યપ્રધાન કેજરીવાલે તિરુપતિ, રામેશ્વરમ માટે ખાસ ટ્રેનોની માંગ કરી હતી. વૈષ્ણોદેવી યાત્રા માટે પણ ટ્રેન રાખવામાં આવી છે. રામેશ્વરમ, તિરપતિ બાલાજી, જગન્નાથ પુરી, દ્ધારકાધીશ -નાગેશ્વરમ સોમનાથ, શિરડી ટ્રેન પણ દોડાવવામાં આવનાર છે.