તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરેક વ્યક્તિ સેક્સી પાર્ટનર ઇચ્છે છે પરંતુ આ બાબતનો સ્વીકાર કરવામાં ખચકાટ અનુભવ કરવામાં આવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે વ્યક્તિ આ વાત કોઈને કરતી નથી. નોર્થ વેસ્ટન યુનિવર્સિટી અને ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના સંશોધકોએ વ્યાપક અભ્યાસ બાદ શોધી કાઢ્યું છે કે લોકો સામાન્ય રીતે એવી વાત કરતા રહે છે કે તેઓ બુદ્ધિશાળી પાર્ટનર ઇચ્છે છે અને જેના પર વિશ્વાસ કરી શકાય અને જેની સાથે તે સાનુકૂળ રીતે સમય પસાર કરી શકે પરંતુ આવી વાત તમામ લોકોના મનમાં કેટલી ભાવનાઓ છૂપાયેલી છે. તમામ લોકો સેક્સી અને આકર્ષક પાર્ટનરની શોધમાં હોય છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે આ નિયમ પુરુષો અને મહિલાઓ બંને માટે એક સમાન છે.
સંશોધકોને એવું પણ જાણવા મળ્યું છે કે દરેક વ્યક્તિ શારીરિક રીતે આકર્ષણને મહત્વ આપે છે. લાઈવ સાયન્સના શોધના પ્રમુખ ઇલી ફિનકેને કહ્યું છે કે સામાન્ય રીતે ભાવના જુદી હોય છે પરંતુ સામાન્ય રીતે લોકોને રોમેન્ટીક સાથીઓ વધુ પસંદ પડે છે. આ અભ્યાસના તારણને મહત્વપૂર્ણ ઘણવામાં આવે છે. કારણ કે અગાઉ પણ આ બાબતને સમર્થન મળી ચૂક્યું છે કે મોટાભાગે યુવક-યુવતીઓને આકર્ષક અને સેક્સી પાર્ટનર પસંદ પડે છે.
નોર્થ વેસ્ટન યુનિવર્સિટી અને ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે ઘણા લોકોને આવરી લઈને આ અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરી હતી જેમાં સ્પષ્ટ તારણો જાણવા મળ્યા છે. વાસ્તવિકતા એ છે કે દરેક યુવક યુવતીને સેક્સી પાર્ટનરની ઇચ્છા હોય છે. આ બાબત હવે સંશોધકો પણ કરી રહ્યા છે. આના માટે કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી. આ બાબત આકર્ષણ સાથે સીધી રીતે જાડાયેલી છે.