અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા નવા નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે ૨૧૦૪૬ ચોરસ મીટરના પ્લોટમાં આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આગામી ૭ ફેબ્રુઆરીથી આ ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખૂલ્લુ મુકવામાં આવશે. આ ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે ૧૨ વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા ૧૦ ટિકિટ રાખવામાં આવી છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ લોકો મેળવી શકશે. ગાર્ડનના સ્થળેથી પણ લોકો ૧૦ રૂપિયામાં ટિકિટ ખરીદી શકશે, જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારને બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ ઓનલાઇન જે વ્યક્તિ ટિકિટ ખરીદશે તેને ૮ રૂપિયામાં ટિકિટ પડશે.કાશ્મીરના શાલીમાર ગાર્ડનમાં આવેલા કોસમોસ વેલી ગાર્ડન જેવું કોસમોસ વેલી ગાર્ડન સૌ પ્રથમવાર અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે.
આગામી ૭ ફેબ્રુઆરીથી આ ફ્લાવર વેલી ગાર્ડન નાગરિકો માટે ખૂલ્લુ મુકવામાં આવશે. ફ્લાવર વેલી ગાર્ડનની મજા માણવા લોકો ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ મેળવી શકશે. ગાર્ડનમાં ફરવા માટેનો સમય સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યાનો સુધીનો રાખવામાં આવ્યો છે. મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે અને છસ્ઝ્રના અધિકારીઓએ આજે આ ફ્લાવર વેલી ગાર્ડનની મુલાકાત લીધી હતી. ખાસ કરીને કાશ્મીરમાં આ વેલી ગાર્ડન જોવા મળતા હોય છે. જેમાં એક જ પ્રકારના છોડના ફૂલ હોય છે. કોસમોસ છોડના ફૂલની વિશેષતા એવી છે કે, આ એક પ્રકારનું ફ્લાવરીંગ સીઝનલ પ્લાન્ટ છે અને ૫૦થી ૬૦ દિવસ સુધી આ ફૂલનો ફલાવરીંગનો સમયગાળો હોય છે. ગુલાબી, આછા ગુલાબી અને સફેદ પ્રકારના ફૂલો આ ફ્લાવર વેલી ગાર્ડનમાં જોવા મળશે. એક વખત જો લોકો આ ગાર્ડનમાં જશે તો તેઓને બહાર નીકળવાનું મન ન થાય તેટલું સુંદર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. ફ્લાવર ગાર્ડન તૈયાર કરવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું.
નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ૨૧૦૪૬ ચોરસ મીટરના પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ૨૮ નવેમ્બરના રોજ આ ફ્લાવરના સીડ્સને લાવી વાવવામાં આવ્યા હતા. આ એક પ્રકારનું સિઝનલ ફ્લાવર છે અને શિયાળાના સમયમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ તૈયાર થતો હોય છે. એક વર્ષ સુધી સતત આ ગાર્ડન બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.