આધુનિક ભાગદોડ અને સ્પર્ધાના યુગમાં દરેક વ્યક્તિ બીજા કરતા વધારે સુન્દર દેખાવવા માટેના પ્રયાસ કરે છે. આના માટે જંગી નાણાં પણ ખર્ચ કરવામાં ખચકાટ અનુભવ કરતા નથી. સૌંદર્યને નિખારવા માટે પૈસા તો ખર્ચ કરવા જ પડે છે. જા કે સુન્દરતાને વધારી દેવા માટેની જે પ્રક્રિયા હોય છે તેના કારણે શરીરને નુકસાન થવાની પણ શક્યતા રહેલી હોય છે. જેથી આ તમામ બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. બ્યુટી બિઝનેસ અને મેક અપ કારોબાર આજે રોકેટ ગતિથી વધી રહ્યો છે. આના માટે કોઇ વધારે જાહેરાત આપવાની પણ જરૂર પડી રહી નથી. મેક અપ અને બ્યુટી કારોબારના ક્ષેત્રમાં જાડાયેલી કંપનીઓ એટલી અસરકારક પ્રોડક્ટસ બજારમાં લાવી રહી છે કે તેનુ વેચાણ સતત અને ઝડપથી વધે છે.
સૌદર્ય માટેની ઘેલછા તો માનવીય સભ્યતા અને સંસ્કૃતિની શરૂઆતથી જ રહી છે. પરંતુ ૨૧મી સદીમાં તેની બોલબાલા વધી ગઇ છે. આ ઘેલછા હવે હદ વટાવી ચુકી છે. કોસ્મેટિક સર્જરી ખરાબ હોય છે તે અંગે માન્યતા ધરાવનાર લોકો ઓછા થઇ રહ્યા છે. મેક અપ પાછળ હવે જંગી નાણાં ખર્ચ કરવામાં આવી રહ્યા છે. કોસ્મેટિકસ પ્રોડક્ટસની વાત કરવામાં આવે તો તો આજે સૌથી વધારે વેચાણ સ્કીન સાથે સંબંધિત સ્કીન કેર પ્રોડક્ટસનુ છે. ગોરી, સુંવાળી, ડાઘ રહિત ત્વચા દરેક નારીનુ સપનુ છે. બ્યુટી પ્રોડક્ટસમાં ૨૩ ટકા કરતા વધારે વેચાણ ફેરનેસ ક્રીમ, બોડી ક્રીમ, સન પ્રોટેક્શન માટેની પ્રોડક્ટસ છે. એશિયામાં ૮૦ ટકા સ્કીન કેર પ્રોડક્ટસ ફેરનેસ ક્રીમ છે. અર્થ એ થાય છે કે હજુ પણ ગોરા રંગનુ વળગણ છુટ્યુ નથી. પ્રોડક્ટસની અસર લાંબા સમય સુધી ટકે તે માટે પણ કંપનીઓ હવે ધ્યાન આપી રહી છે. એડવાન્સ ટેકનોલોજીના કારણે લોકોને સર્જરી, સાઇડ ઇફેક્ટસ, દુખાવા અને સફળતાને લઇને ભય ઘટી રહ્યો છે. ચરબી ઘટાડી દેતી સર્જરીનો હવે સામાન્ય બની ગઇ છે. ફેસ લિફ્ટિંગ પ્રક્રિયા પણ સામાન્ય બની ગઇ છે. કેમિકલ પિલ્સનો ઉપયોગ પણ સામાન્ય બન્યો છે. આ તમામ ચીજો સામાન્ય રીતે અને સરળ રીતે પોષાય તે દર પર ઉપલબ્ધ બને તેવા પ્રયાસો થઇ રહ્યા છે. ભારતીય લોકોએ પણ કોસ્મેટિક ક્ષેત્રમાં થયેલી પ્રગતિને દિલથી સ્વીકારી લીધી છે.
ભારતમાં નાક, કાન, ચહેરા, પેટ અને અન્ય પ્રકારની સર્જરી થતી રહે છે. સેલિબ્રિટીઓ પણ આ પ્રકારની સર્જરી કરાવે છે. ભારતમાં વર્ષ ૨૦૧૭માં ૮૭૮૧૯૦ જેટલી કોસ્મેટિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચાર વર્ષના ગાળામાં તેમાં ઉલ્લેખનીય વધારે થયો છે. કોસ્મેટિકસ ચીજવસ્તુઓ અને સર્જરી એ સુન્દર ચહેરાને રજૂ કરે છે. જો કે કેટલીક ચીજો ગુપ્ત રીતે મંજુરી અને ટેસ્ટ વગર બજારમાં આવી જાય છે જે સ્કીનને નુકસાન કરે છે. મહિલાઓ અને મેકઅપ વચ્ચે ખૂબજ નજીકનાં સંબંધ છે. મેકઅપ અને મહિલા એકબીજાનાં પર્યાય પણ છે. પોતાનાં સમગ્ર જીવનકાળ દરમિયાન મહિલાઓ મેકઅપ પાછળ ૮૬ લાખ રૂપિયાનો અથવા તો એક લાખ પાઉન્ડની રકમનો ખર્ચ કરે છે. બ્રિટનમાં તાજેતરમાં જ કરવામાં આવેલાં એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, એક પુખ્ત વયની મહિલા દર વર્ષે મેકઅપ ઉપર ૨૦૦૦ પાઉંડ અને દર સપ્તાહમાં ૪૦ પાઉંડ રકમ ખર્ચ કરે છે. ૫૭ ટકા મહિલાઓનું કહેવું છે કે, તેઓ પોતાનાં પાર્ટનરની સાથે મેકઅપ વગર કોઈપણ જગ્યાએ જવાનો ઇન્કાર કરી દેશે.
બ્રિટનનાં જાણીતા અખબાર ડેઈલી મેલનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સર્વેક્ષણમાં ૨૨૦૦ મહિલાઓને આવરી લેવામાં આવી હતી. બે તૃતિયાંશ મહિલાઓએ કહ્યું છે કે, તેમનાં મેકઅપ કલેકશનને દૂર કરવા માટે ૫૫૦ પાઉંડની રકમ ખર્ચ કરવામાં આવશે જ્યારે ૧૦ પૈકીની એક મહિલાએ કહ્યું છે કે, આ ખર્ચ ૭૦૦ પાઉંડ સુધી હોઈ શકે છે. અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે, બ્રિટનની એક સરેરાશ મહિલાનાં મેકઅપ કલેકશનમાં ૫૪ સામગ્રીઓ હોય છે જેમાં બારથી વધુ દેશોનાં પ્રોડક્ટ પણ સામેલ હોય છે. આ તમામની કિંમત ૫૧૨ પાઉન્ડની હોય છે. આ રસપ્રદ સર્વેમાં અનેક મહત્વની બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મેકઅપને લઇને મહિલાઓ હમેંશા સાવધાન રહે છે. મેકઅપને તે ખુબ મહત્વ આપે છે. મેકઅપને મહિલાઓ શરૂઆતથી જ મહત્વ આપે છે. મેકઅપને લઈને ભૂતકાળમાં પણ ઘણાં સર્વે અને સર્વેક્ષણ કરવામાં આવી ચૂક્યા છે પરંતુ હમેંશા એવું તારણ આવ્યું હતું કે, મહિલાઓે મેકઅપ ખૂબજ પસંદ છે અને આનાં ઉપર જંગી રકમ પણ ખર્ચ કરે છે. ખૂબસૂરત દેખાવા માટે મહિલાઓ ક્યારેય પણ બાંધછોડ કરતી નથી.