ભારત: વૈશ્વિક સ્તરે પ્રિમીયમ ટાયર્સની અનેક ઉત્પાદકોમાંની એક કોન્ટિનેન્ટલ ટાયર્સએ ગુજરાતના મોરબી શહેરોમાં કોન્ટિનેન્ટલ પ્રિમીયમ ડ્રાઇવ (CPD) ડીલર સ્ટોરનું તાજેતરમાં ઉદઘાટન કર્યુ છે. 450 ચોરસફૂટમાં ફેલાયેલ આ રિટેલ સ્ટોર ભારતમાં 200થી વધુ ઇમેજ સ્ટોર્સના સમૂહમાં જોડાય છે અને કંપનીની દેશભરમાં પોતાની હાજરીમાં વધારો કરવાના લક્ષ્યાંકનું પ્રમાણ છે. બ્રાન્ડનો ન્યુ CPD ડીલર સ્ટોર બંશી ટાયર હબ મોરબીના ભક્તિનગરમાં આવેલો છે જે પેસેન્જર વ્હિકલ ટાયર્સ પરના પ્રાથમિક ફોકસ સાથે બજારમાં કોન્ટિનેન્ટલની અદ્યતન પ્રોડક્ટ્સ ઓફર કરશે.
ભારતમાં વિવિધ શહેરો અને અર્ધ શહેરોમાં પ્રાદેશિક વિસ્તરપણ મારફતે ઇમેજ સ્ટોર્સ કંપનીના ‘બજારમાં, બજાર માટે’ના અભિગમની પુષ્ટિ આપે છે જેથી પોતાની પ્રાદેશિક હાજરીમાં વધારો કરી શકાય. વધુમાં આ પ્રદેશમાં નવો સ્ટોર કંપનીને પોતાની સુરક્ષા, આરામ અને પર્ફોમન્સની પ્રતિબદ્ધતા તરફે વધુ એક કદમ નજીક લઇ જાય છે. લોન્ચ સમયે બોલતા કોન્ટિનેન્ટલ ટાયર્સના એમડી અને BA ટાયર્સ APACના સેન્ટ્રલ એશિયા રિજ્યનના વડા સમીર ગુપ્તાએ જણાવ્યું હતુ કે, “આ બજાર અમારા માટે એવા ઉપભોક્તાઓના વધી રહેલા પ્રવાહ સાથે અત્યંત નોધપાત્ર બજાર રહ્યુ છે જેઓ ગુણવત્તાયુક્ત, આગવા ટાયર્સ અને સારા આફ્ટર-સેલ્સ સર્વિસનો અનુભવ પ્રાપ્ત કરવા માગે છે. અમે માનીએ છીએ કે આ ઉમેરણ અમારા રિટેલ વેચાણ અને હાજરીમાં નોંધપાત્ર રીતે વધારો કરશે તેની સાથે ગ્રાહકો માટે અમારી સેવાઓની ઉપભોગ્યતાને પણ વિસ્તૃત બનાવશે.
બંશી ટાયર હબના માલિક મુકેશભાઇએ જણાવ્યું હતુ કે, “મોરબીમાં કોન્ટિનેન્ટલ ટાયર્સના સહયોગથી નવો સ્ટોર ખોલવાની ઘોષણા કરતા ખુશી થાય છે, જે બ્રાન્ડના રિટેલ નેટવર્કમાં વધારો કરે છે. કોન્ટિનેન્ટલ વિશ્વભરમાં 150 વર્ષોથી ગુણવત્તા અને સુરક્ષા ધરાવે છે. અમે તે યાત્રાનો ભાગ બનતા અને તેને બજારમાં રજૂ કરતા અત્યંત ઉત્સાહિત છીએ.” કોન્ટિનેન્ટલ ટાયર્સએ પોતાની રિટે હાજરીમાં વધારો કરતા અને ગ્રાહકો સાથે બ્રાન્ડ ઇન્ટરેક્શનને વધુ ગાઢ બનાવીને 200થી વધુ ઇમેજ સ્ટોર્સ સાથે દેશભરમાં પોતાની સ્ટોર્સની સર્કિટને વિસ્તૃત બનાવી છે.
કોન્ટિનેન્ટલ લોકો અને તેમના માલસામાનની ટકાઉ અને જોડાયેલ ગતિશીલતા માટે અગ્રણી ટેકનોલોજીસ અને સેવાઓ વિકસાવે છે. 1871માં સ્થપાયેલી, ટેક્નોલોજી કંપની વાહનો, મશીનો, ટ્રાફિક અને પરિવહન માટે સલામત, કાર્યક્ષમ, ઇન્ટેલિજન્ટ અને પોસાય તેવા ઉકેલો પ્રદાન કરે છે. 2022માં, કોન્ટિનેન્ટલે 39.4 અબજ યૂરોનું પ્રારંભિક વેચાણ હાંસલ કર્યું હતુ અને 57 દેશો અને બજારોમાં 200,000થી વધુ લોકોને રોજગારી આપે છે. 8 ઓક્ટોબર, 2021ના રોજ, કંપનીએ તેની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ટાયર ગ્રૂપ સેક્ટર વિશ્વભરમાં 24 પ્રોડક્શન અને ડેવલપમેન્ટ સ્થળો ધરાવે છે. કોન્ટિનેન્ટલએ 57,000થી વધુ કર્મચારીઓ સાથે અગ્રણી ટાયર ઉત્પાદકોમાંની એક છે અને આ ગ્રુપ ક્ષેત્રમાં 2022માં 14 અબજ યૂરોનું પ્રારંભિક વેચાણ હાંસલ કર્યુ છે. કોન્ટિનેન્ટલ ટાયર ઉત્પાદનમાં ટેક્નોલોજી લીડર્સમાં સ્થાન ધરાવે છે અને પેસેન્જર કાર, કોમર્શિયલ અને ખાસ હેતુવાળા વાહનો તેમજ ટુ-વ્હીલર માટે વ્યાપક ઉત્પાદન શ્રેણી ઓફર કરે છે. કોન્ટિનેન્ટલ સંશોધન અને વિકાસમાં સતત રોકાણ દ્વારા સલામત, ખર્ચ-અસરકારક અને પર્યાવરણીય રીતે કાર્યક્ષમ ગતિશીલતામાં મોટો ફાળો આપે છે. ટાયર બિઝનેસના પોર્ટફોલિયોમાં ટાયર ટ્રેડ અને ફ્લીટ એપ્લીકેશન માટે સેવાઓ તેમજ ટાયર માટે ડિજિટલ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે.