શાંતિપ્રિય રાજ્ય ગુજરાતમાં ફરીવાર કેટલાક અસામાજિક લોકો દ્વારા શાંતિ ડહોળવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ અસામાજિક તત્વો ધાર્મિક મતભેદ ઊભા કરવા માટે કોઈને કોઈ છમકલા કરી રહ્યાં છે. ગુજરાતના સુરત, કચ્છ અને ભરૂચ સહિતના જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે.
સુરતમાં અસમાજિક તત્ત્વો દ્વારા ફરી પથ્થરમારો કરાયો વરિયાવી બજારમાં આવેલ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યા. સૈયદપુરા બાદ વરિયાવી બજારમાં આવેલ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા ફેંકવામાં આવ્યા. શહેરમાં 8 સપ્ટેમ્પરના રોજ ગણપતિ પંડાલ પર સગીરો દ્વારા પથ્થર મારો કરાયો હતો. અસમાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. ખાસ કરીને અત્યારે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે લોકોને ડરાવવા ગણેશ પંડાલને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 5 દિવસની અંદર શહેરમાં વધુ એક ગણેશ મંડપને નિશાન બનાવતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો. જો કે આ બનાવ બાદ વરિયાવી બજારમાં ગણેશ મંડપ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
બીજી બાજુભરૂચમાં મોડી રાત્રે ધાર્મિક ધ્વજને લઈને બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું .જેમાં બંને તરફથી પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. એક તરફ ગણેશ મહોત્સવ અને બીજી તરફ ઈસ્લામિક ધાર્મિક ધ્વજ લહેરાવાના કારણે વિવાદ શરૂ થયો હતો. જો કે હાલ સ્થિતિ કાબુમાં છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના ગોકુલ નગરમાં બે કોમ વચ્ચે બબાલ બાદ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. હિન્દુ મુસ્લિમ ટોળા વચ્ચે ધાર્મિક ઝંડા લગાવાને કારણે મારામારી થઇ હતી. જેના કારણે મારામારીમાં ઘણા લોકોને ઇજા થઇ હતી.જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. તેમજ પોલીસે હુમલો કરનારાઓને ઘરમાંથી શોધી શોધીને ડીટેઇન કર્યા છે.