કોન્શિયસલીપ્સ વેલસ્પાયર : સાંદીપનિ વિદ્યાનિકેતન સેમિનારમાં ઇમોશનલ લર્નિંગમાં એક અભૂતપૂર્વ પહેલનું અનાવરણ 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પોરબંદર : સાંદીપનિ વિદ્યાનિકેતન શાળામાં ‘લર્ન અનલર્ન રીલર્ન’ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન સ્ટુડન્ટ્સ વેલબિઇંગ પ્લેટફોર્મ દ્વારા કાર્યક્રમ વેલસ્પાયર રજૂ કર્યો હતો. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ સાંદીપનિ વિદ્યાનિકેતન શાળા ભારતીય વિરાસત અને મૂલ્ય પ્રણાલીના પાયા પર બનેલ કિન્ડરગાર્ટનથી ધોરણ ૧૨ સુધીનું સર્વગ્રાહી શિક્ષણ આપવા માટે જાણીતી છે. પૂજ્ય ભાઈશ્રી માને છે કે, વિદ્યાર્થીઓ માટે ડોકટરો અને એન્જિનિયર્સ જેવા પ્રોફેશનલ બનવાની ઈચ્છા સ્વાભાવિક છે ત્યારે એક સારા માનવ બનવાની ઈચ્છા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

કોન્શિયસલીપના સીઈઓ સંજય દેસાઈએ પોતાના આધ્યાત્મિક અનુભવને વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, કેવી રીતે તેને વેલસ્પાયરને આકાર આપ્યો તે શેર કર્યું. દેસાઈએ એવા અભ્યાસક્રમની નિર્ણાયક આવશ્યકતા પર ભાર મૂક્યો જે માત્ર બૌદ્ધિક વિકાસને જ નહીં પણ ભાવનાત્મક સ્થિતિ સ્થાપકતાને પણ ટેકો આપે છે. તેમણે વેલસ્પાયરનું માળખું અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને મનોબળને સુધારવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા પણ સમજાવી હતી.

WhatsApp Image 2023 12 16 at 18.25.01

શ્રી દેસાઈએ વધુમાં કહ્યું કે, “આપણી શિક્ષણ પ્રણાલીએ આપણા યુવાનોમાં માત્ર જ્ઞાનાત્મક ક્ષમતાઓ જ નહીં, પરંતુ ભાવનાત્મક બુદ્ધિ પણ વિકસાવવી જોઈએ, જેથી તેઓ આ વોલટાઇલ વર્લ્ડમાં વિકાસ પામી શકે. તેમણે વેલસ્પાયરના સ્વપ્ન ફ્રેમવર્કની વિગતવાર ચર્ચા કરી કે તે કેવી રીતે યુવાનોમાં માનસિક સ્વસ્થતા જાળવી રાખવામાં મદદ કરે છે.

કોન્શિયસ લીપના સોલ્યુશન હેડ મુનીશ મલ્હોત્રાએ પ્રોગ્રામમાં સામેલ તકનીકો અને પ્રવૃત્તિઓ સમજાવીને વ્યવહારમાં વેલસ્પાયરનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજાવ્યું હતું. તેમણે વેલસ્પાયરની કામગીરીના પ્રથમ વર્ષમાં ૧૧૦ પ્રશિક્ષકોને પ્રશિક્ષિત કર્યા, ૩૫૦૦ બાળકોને પ્રભાવિત કર્યા અને ૫૦ થી વધુ શાળાઓમાં તેનો અભ્યાસક્રમ અમલમાં મૂક્યો તેની નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. વેલસ્પાયર પ્રોગ્રામ વિદ્યાર્થીઓ સામેના સ્વ નુકસાનને ઘટાડવા માટે UMMEED માર્ગદર્શિકા દ્વારા ભલામણ કરાયેલ ‘રક્ષણાત્મક પગલાં’ બનાવે છે અને તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માર્ગદર્શિકા સાથે સંરેખિત છે, જે સ્વ આત્મનિરીક્ષણ અનુભવી શિક્ષણને સમર્થન આપે છે. આ કાર્યક્રમ શાળાના શિક્ષકોને વ્યક્તિગત શિક્ષણ માટે નિર્ણાયક આત્મનિરીક્ષણ અને પ્રતિબિંબ આધારિત કસરતોની શ્રેણીથી સજ્જ કરવામાં પણ મદદ કરશે.

Share This Article