અમદાવાદ એરપોર્ટનું સમગ્ર સંચાલન ખાનગી એકમોના હાથમાં સોંપવાની કવાયત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશન અને ટર્મિનલ મેનેજમેન્ટના ખાનગીકરણ કરવાને રોકાણકારો તરફથી ખૂબ જ સાધારણ પ્રતિસાદ મળ્યો હતો. જેના પગલે અમદાવાદ એરપોર્ટનું સંપૂર્ણ ખાનગીકરણ કરવાની કવાયત ફરી એકવાર શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ ઉપરાંત ચેન્નાઇ, કોલકાતા, કોચી, પૂણે, જયપુર, લખનૌ અને ગુવાહાટી એમ દેશના આઠ એરપોર્ટનું સંપૂર્ણ ખાનગીકરણ કરવામાં આવી શકે છે. આ એરપોર્ટનું કયા મોડેલને આધારે ખાનગીકરણ કરવું તેની હાલમાં કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલય દ્વારા વિચારણા ચાલી રહી છે. જેમાં એક મોડેલ એવું છે કે પ્રત્યેક મુસાફરને આધારે ટેરિફ નક્કી કરવામાં આવે.

જેના અંતર્ગત પ્રત્યેક મુસાફર દીઠ ફી ખાનગી કંપની મેળવશે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે આવકની વહેંચણી કરશે. લેન્ડિંગ, યુઝર ચાર્જ મંત્રાલય નક્કી કરશે તે જ વસૂલવાનો રહેશે. અન્ય એક મોડેલ રિવર્સ બીડિંગ છે. જેમાં જે પણ કંપની લેન્ડિંગ, યુઝર ચાર્જ માટે સૌથી ઓછી રકમ મૂકશે તેને કોન્ટ્રાક્ટ અપાશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મોહાપાત્રાના મતે સરકાર ખાનગીકરણ માટે વિવિધ વિકલ્પ અંગે વિચારી રહી છે.

Share This Article