૨૪ કલાકમાં નબળાઈ આવી જતી હોય તો ૧૫ દિવસથી ઉપવાસ કરતા હાર્દિકને હૃદયપૂર્વક સલામ છે: ધાનાણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના દેવા માફી અને હાર્દિક પટેલના સમર્થનમાં તાલુકા અને જિલ્લા સ્તરે ૨૪ કલાકના ઉપવાસ ધરણાના કાર્યક્રમના ભાગરૂપે ગઇકાલે અમદાવાદ ખાતે ઉપવાસ ઉપર બેઠેલા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાન્ત પટેલ, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલા, ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ સહિત કોંગ્રેસના અગ્રણીઓએ આજે સવારે ૧૧ કલાકે ૨૪ કલાકના પૂર્ણ થતા મહાત્મા ગાંધીના વણાટગુરુ રામજીભાઈ બઢીયાની પરપૌત્રી વિશ્વા બઢીયા કે જેઓ રાઈફલ ચેમ્પિયન છે એવી દિકરીના હસ્તે પારણા કર્યા હતા.

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પારણા કરી જણાવ્યું હતું કે ૨૪ કલાકના ઉપવાસ બાદ જો નબળાઈ આવી જતી હોય તો ખેડૂતોના હિત માટે એક અન્નદાતાનો દિકરો હાર્દિક પટેલ છેલ્લા ૧૫ દિસથી ઉપવાસ કરી રહ્યો છે તેને હૃદયપૂર્વક સલામ કરું છું. આ ઉપવાસ બાદ સુતેલી સરકારના પેટનું પાણી નથી હાલતું. ગુજરાતની ૬ કરોડ જનતાએ જેના શિરે વિરોધ પક્ષની જવાબદારી સુપરત કરેલી છે તેના પ્રતિનિધિ રૂપે સરકારને વિનંતી કરવા છતાં સરકાર સંવાદ કરી નથી રહી ત્યારે એમ લાગે છે કે વડાપ્રધાન મોદી ગુજરાત અને ખેડૂત વિરોધી છે.

આજે ખેડૂતો પારાવાર મુશ્કેલીઓનો સામો કરી રહ્યા છે. ખેત ઓજારો મોંઘા અને કુરદર રૂઢે ત્યારે પુરતો પાક વીમો નથી મળતો. મોંઘી વીજળી તમામ પ્રકારની સમસ્યાથી ખેડૂત વર્ગ મજબુર અને લાચાર બની ગયો છે ત્યારે દેવાના ડુંગરતળે દબાયેલા ખેડૂતોના ખેત ઓજારો ઉપર કરવેરા લાદવામાં આવેલ છે. ખેડૂતોના દેવા માફી મુદ્દે વહેલી તકે નિર્ણય નહિ લે તો આગામી સમયમાં કોંગ્રેસ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપશે તેમજ ગુજરાતનો મજબુર અને પીડિત ખેડૂત ક્યાંય અસહકાર આંદોલનનો આશરો લેતા ચુકશે નહીં.

Share This Article