નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે પ્રથમ આગમન અને પ્રસ્થાન ફ્લાઇટ્સ સાથે વાણિજ્યિક કામગીરીનો પ્રારંભ

બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટે 6E460, સવારે 8:00 વાગ્યે ઉતરાણ કર્યું હતું. પરંપરાગત વોટર કેનન સલામી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉદઘાટનના સૌ પ્રથમ દ્રશ્યો

Commercial operations begin at Navi Mumbai International Airport with first arrival and departure flights

વડોદરા: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે 25 ડિસેમ્બર 2025ના રોજ તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ કર્યો છે. વિમાનને આગમન પર ઔપચારિક વોટર કેનન સલામી આપવામાં આવી હતી, જે NMIAના પ્રથમ વાણિજ્યિક લેન્ડિંગ અને પ્રસ્થાનને ચિહ્નિત કરતી સમય-સન્માનિત ઉડ્ડયન પરંપરા છે.

બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટે 6E460, સવારે 8:00 વાગ્યે ઉતરાણ કર્યું હતું. પરંપરાગત વોટર કેનન સલામી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સવારે 8:40 વાગ્યે એરપોર્ટથી હૈદરાબાદ માટેની પ્રથમ ઉડાનનું પ્રસ્થાન ઇન્ડિગો ફ્લાઇટે 6E882 કર્યુ હતું. NMIAના પ્રારંભિક આગમન અને પ્રસ્થાન સાયકલને તે પરિપૂર્ણ કરે છે.

NMIA ખાતે મુસાફરોની કામગીરી શરૂ થવી એ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માટે તે હવાઈ મુસાફરી ક્ષમતાનો વિસ્તાર કરે છે.

Share This Article