સાહસ સાથે આગળ આવો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હુમા કુરેશી બોલિવુડની આશાસ્પદ સ્ટાર પૈકીની એક સ્ટાર છે. તે જુદા જુદા ક્ષેત્રોમં પોતાની કુશળતા સાબિત કરી ચુકી છે.ફેમિનિઝમ એટલે કે ચૂંટણીનો અધિકાર માનનાર હુમા કુરેશી આજે એક પછી એક સફળતા પોતાની કેરિયરમાં હાંસલ કરી રહી છે. હુમા કહે છે કે આજના સમયમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પૂર્ણ તકો મળી રહી છે. પુરૂષોની સરખામણીમાં તેને તમામ અધિકાર મળી રહ્યા છે. જે મહિલાઓની મોટી જીત સમાન છે. હુમા સાફ રીતે માને છે કે મુદ્દા વધારે પડતા મોટા થાય તેની રાહ શા માટે જાવી જોઇએ. તેનુ કહેવુ છે કે અમારામાંથી મોટા ભાગના લોકો એક ચોક્કસ મર્યાદામાં બંધાયેલા રહે છે.

અમે રોજ અખબાર વાંચીએ છીએ અને ટીવી નિહાળીએ છીએ. જેથી અમને અમારી આસપાસ બની રહેલી ઘટનાઓ અંગે માહિતી મળતી રહે છે. દુનિયામાં કેટલુ બધુ થઇ રહ્યુ છે પરંતુ અમને માહિતી હોતી નથી. દુનિયામાં હવે કેટલીક એવી બાબત પણ બની રહી છે જે ન બનવી જોઇએ. પરંતુ અમે તેના સંબંધમાં કઇ પણ કરતા નથી. અમને લાગે છે કે હજુ અમારે નોકરી પર જવુ છે. એટલુ કામ છે કે ક્યાં આવા ચક્કરમાં પડીએ અને સમય વ્યર્થ કરીએ. કેટલીક વખત સોશિયલ મિડિયામાં પોતાના અભિપ્રાય લખીને પોતાની જવાબદારી અદા પણ કરી લઇએ છીએ. પરંતુ આ એવી જ ચીજા હોય છે જે અમારા પોતાના જીવનને પણ પ્રભાવિત કરે છે. ત્યારે અમને એવુ લાગે છે કે આની સામે અમને લડવાની જરૂર હતી. કોઇ પણ વ્યÂક્તને કોઇ ખરાબ બાબત પોતાની સાથે ઘટે તે બાબતની રાહ શા માટે જોવી જોઇએ. જે પણ ચીજા સમાજ અને આસપાસ ખોટી છે તેની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જા ખોટી ચીજ છે તેની સામે શરૂઆતમં અવાજ ઉઠશે નહી તો તે ચીજા આગળ ચાલીને મોટી બની જશે.

તેનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનેત્રીનુ મહત્વ પહેલાથી જ ખુબ ઓછુ દર્શાવવામાં આવ્યુ છે.  હુમા કુરેશીનુ કહેવુ છે કે ફિલ્મોમાં અભિનેત્રીનુ કામ માત્ર હિરોની બાજુમાં ઉભા રહેવા સુધી રાખવામા આવ્યુ છે.જો કે હવે સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. હુમાનુ કહેવુ છે કે હવે સ્થિતી ઝડપથી બદલાઇ રહી છે. તેના સમયની કેટલીક અભિનેત્રી અને નિર્દેશકો હવે પોતાના સારા કામના કારણે ફિલ્મોમાં મહિલાઓની ભૂમિકા મજબુત કરી રહ્યા છે. મહિલાઓ અને પુરૂષો વચ્ચે ભેદભાવને લઇને તે પહેલાથી જ પ્રશ્નો કરતી રહી છે. એક યુવતિ એક યુવકના સમાન જ અધિકાર ધરાવે છે.

દરેક યુવતિને પોતાના અધિકારોને લઇને સાવધાન અને જાગૃત રહેવાની જરૂર હોય છે. ફેમિનિઝમનો અર્થ જ હમેંશા લડવા માટે તૈયાર રહેવા માટે હોય છે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તેમને પુરૂષોનુ સમર્થન પણ મળી રહ્યુ છે. હુમા એમ પણ નક્કર પણે માને છે કે સારી અને ખરાબ બાબતો તેમજ અન્ય બાબતોને લઇને પોતાના માપદંડ બીજાના માપદંડના આધાર પર નક્કી કરવા જોઇએ નહીં. દુનિયાને પોતાની નજરથી જાવાની જરૂર છે.

Share This Article