કલર્સના શક્તિ… અસ્તિત્વ કે એહસાસ કીના કલાકારો કામ્યા પંજાબી અને સુદેશ બેરી અમદાવાદની મુલાકાત લીધી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદઃ કલર્સનો કેડી કંડારતો શો, શક્તિ… અસ્તિત્વ કે એહસાસ કી ભારતીય ટેલિવિઝન પર મોખરે રહેવાનું ચાલુ છે. શોની કહાણી જીવનની દરેક પરિસ્થિતિમાં ભેદભાવનો સામનો કરવા છતાં પણ સામાન્ય જીવન જીવવાની મહત્વકાંક્ષા રાખતી, એક ટ્રાન્સજેન્ડર, સૌમ્યા(રુબિના દિલાઇક)ના જીવનની આસપાસ ઘૂમે છે. તેણીના પતિ હરમન(વિવિઅન ડીસેના) તેણની સાચી ઓળખના સંદર્ભમાં દરેક પ્રયાસમાં તેણીને ટેકો કરવા તેણીની પડખે ઉભા રહે છે, સૌમ્યાના ગૌરવ પર પ્રશ્ન ઉઠે ત્યારે પોતાના પરિવાર સહિત સમાજની સામે પણ કદમ ઉઠાવે છે. જો કે તાજેતરના એપિસોડસમાં હરમનની માતા પ્રિતો(કામ્યા પંજાબી)નો સૌમ્યા પ્રત્યેનો તિરસ્કાર તેણીની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ અને આત્મવિશ્વાસમાં પરિવર્તિત થઇ ગયેલ છે. પીઢ અભિનેતા સુદેશ બેરી શોમાં હરમનના પિતા, હરક સિંઘ તરીકે અગત્યની ભૂમિકા ભજવી રહેલ છે. તે એ વાતની ચોકસાઇ રાખે છે કે સૌમ્યાને સમજાઇ જાય કે ટ્રાન્સજેન્ડર્સ માટે સમાજ અને એમના ઘરમાં કોઇ સ્થાન નથી. શોની આવી રહેલ સ્ટોરીલાઇનની ઝલકી આપવા અને પોતાના પ્રશંસકો સાથે પોતાના અનુભવોની આપલે કરવા, કામ્યા પંજાબી(પ્રિતો) અને સુદેશ બેરી(હરક સિંઘ)આજે અમદાવાદની મુલાકાત લીધી. રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત, શક્તિ… અસ્તિત્વ કે એહસાસ કી કલર્સ પર દર સોમવારથી શુક્રવાર રાત્રે 8.00 કલાકે દર્શાવવામાં આવે છે.

હરક સિંઘની ભૂમિકા ભજવવાના પોતાના અનુભવ પર ટિપ્પણી કરતાં, અભિનેતા સુદેશ બેરીએ કહ્યું, અમારો શો  શક્તિ… અસ્તિત્વ કે એહસાસ કીનો હેતુ દર્શકોને કુટુંબકબીલાથી ચાલ્યા આવતા વલણથી દૂર થઇ મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. શોમાં મારું પાત્ર હરક સિંઘ, મૂલ્યો લક્ષિત પુરુક્ષ છે જે હંમેશા પોતાના પરિવારકના માન માટે તત્પર રહે છે. તે પોતાના પરિવારની પ્રતિષ્ઠા સામે કાંઇ પણને આવવા દઇ શકે તેમ નથી. અમદાવાદમાં હોવું એક સરસ હનુભવ છે, આ શહેર મને વિસ્મય પમાડવામાં કયારેય નિષ્ફળ નથી જતું. અહીંના લોકો ખૂબ જ જિવંત અને ઉષ્માપૂર્ણ છે. જો સમય પરવાનગી આપશે તો હું સાચે જ સાબરમતી આશ્રમની મુલાકાતે જવા અને મારો આદર વ્યક્ત કરવા આતુર છું.”

સૌમ્યાની સાસુમાની ભૂમિકા ભજવતી પ્રિતો ઉર્ફે કામ્યા પંજાબીએ કહ્યું, શક્તિ… અસ્તિત્વ કે એહસાસ કી  જેવા પ્રગતિશીલ શો માટે કલર્સ સાથે જોડાવાનું આનંદદાયક છે. દર્શકો માંહે શો ખૂબ જ લોકપ્રિય રહ્યું છે. ત્રણ વર્ષની મુસાફરી ફળદાયી રહી છે. મારું પાત્ર પણ શોમાં ખૂબ જ ઘુમાવદાર છે, એક અભિનેત્રી તરીકે આ મને વધુ પુરસ્કૃત કરનાર છે. અમદાવાદમાં હોવા બાબતે હું ખૂબ જ રોમાંચિત છું અને જયારે હું અહીં છું તો શહેરને ખૂંદવા આતુર છું. શુદ્ઘ ગુજરાતી ભોજન માણવા હું અધીરી થઇ રહેલ છું.”

 તાજેતરના એપિસોડમાં, વીરન, બાલ્લુ, કિશન અને બાલ્લુ આ જોડા(સૌમ્યા અને હરમન)ને નદીમાં ધકકો મારી દેવા તેઓના પર હુમલો કરે છે. હરક સિંઘ પોતાના દીકરાને ખોવા બાબતે ભાંગી પડે છે. હવે પછી શું થશે? શું હરક સિંઘ અને પ્રિતો હરમન અને સૌમ્યાને શોધી કાઢશે?

Share This Article