અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર કોલ્ડવેવ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના લીધે આગામી બે દિવસ ઠંડીનું જોર રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત પ્રદેશમાં કોલ્ડવેવ માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં આજે પારો ૧૦થી નીચે પહોંચ્યો હતો જેમાં ડિસામાં ૯.૭, ગાંધીનગરમાં ૭.૪, વલસાડમાં ૯.૧, અમરેલીમાં ૯.૪ અને મહુવામાં ૯.૧ ડિગ્રી પારો રહ્યો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રી રહ્યું હતું.
ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાના સંકેત છે.
હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જારદાર ઠંડીના સકંજામાં આવેલું છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. કોઇપણ જગ્યાએ કોલ્ડવેવની વાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં પારો ૧૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આનો મતલબ એ થયો કે ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થશે.
આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થવાના સંકેત છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી.