સામાન્ય રીતે અમારી સાથે એવુ થાય છે. અમને તરત લાગતાની સાથે જ અમે પાણી પિવાની ઇચ્છા રાખતા નથી. અમે પાણી પિવાનાબદલે કોઇ ઠંડી ચીજ, પિવાની ઇચ્છા રાખીએ છીએ. મોટા ભાગના સામાન્ય લોકો આધુનિક સમયમાં કોલ્ડડ્રિન્કસને વધારે પસંદ કરે છે. જ્યુસ, પાણી અને છાશની જગ્યાએ અમે કોલ્ડડ્રિક્સને વધારે પ્રાથમિકતા આપીએ છીએ. જે લોકો કેલોરીને લઇને સજાગ હોય છે તે ડાયટ કોક પિવે છે. પરંતુ સામાન્ય લોકોને આ અંગેની માહિતી નથી કે સામાન્ય કોલ્ડડ્રીક્સ હોય કે પછી ડાયટ સોફ્ટ ડ્રિન્કસ હોય બંને આરોગ્યને નુકસાન કરે છે. સાથે સાથે ઓછામાં ઓછી છ ગંભીર બિમારીને આમંત્રણ આપે છે. જેમાં કેન્સર, હાર્ટ અટેક, ફેટી લિવર ડિસીઝ, ટાયપ બે ડાયાબિટીસ, દાંતોને નુકસાન , માથામાં દુખાવાનો સમાવેશ થાય છે.
જાણકાર નિષ્ણાંતો કહે છે કે કોલ્ડ ડ્રિક્સમાં કોલા વાળા કલર લાવવા માટે કેરેમલ કલરિંગ કરવામાં આવે છે. આના માટે તેમાં કેટલાક અમોનિયમ ઘટક મિશ્ર કરવામાં આવે છે. સોફ્ટ ડ્રિન્ક બનાવવા માટેની પ્રક્રિયામાં અમોનિયમ ઘટકો, સલ્ફાઇટ્સ અને અન્ય ઘટકો ઉમેરવામાં આવે છે. જુદા જુદા શોધમાં સાબિત થયુ છે કે લિવર અને ફેફસાના કેન્સર માટે તેને જવાબદાર ગણી શકાય છે. હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે મહિલાઓ એક સપ્તાહમાં બે અથવા તો વધારે વખત ડાયટ સોડા પિવે છે તે મહિલાઓની તુલનામાં હાર્ટ અટેકનો ખતરો બે ગણો રહે છે જે આનાથી દુર રહેનારની તુલનામાં રહે છે. કોલ્ડ ડ્રીન્કમાં ખુબ વધારે પ્રમાણમાં ખાંડ રહે છે. જે અમારા લિવરમાં જઇને જામી જાય છે.
આના કારણે ફેટી લિવર ડિસીઝ થવાનો ખતરો રહે છે. જે લિવર માટે જોખમી રહે છે. દાંતને પણ નુકસાન થાય છે. વધારે પ્રમાણમાં ખાડ હોવાના કારણે શરીરમાં એસિડ લેવલ વધી જાય છે. સોડા ડાયટમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. જે શરીરને નુકસાન કરે છે. વધારે પડતા સોફ્ટ ડ્રિન્કસના શોખીન લોકો માટે લાલબત્તી સમાન અભ્યાસના તારણ સપાટી પર આવ્યાં છે. નવા અભ્યાસમાં જણાવાવમાં આવ્યું છે કે, વધારે પડતાં સોફ્ટ ડ્રિન્કસ અસ્થમાના ખતરાને વધારે છે. આ ઉપરાંત ક્રોનિક અબ્સટ્રક્ટીવ પલમોનરી ડિસીઝ (સીઓપીડી)ને આમંત્રણ આપી શકે છે. યુનિવર્સિટી ઓફ એડીલડના પ્રોફેસર જુમીનસિંહના નેતૃત્વમાં સંશોધકોએ ઘણાં લોકો પર અભ્યાસ કર્યા બાદ આ તારણો આપ્યાં છે. માર્ચ ૨૦૦૮ અને જૂન ૨૦૧૦ વચ્ચેના ગાળામાં દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષ અને વધુ વયના ૧૬૯૦૭ લોકોના કોમ્પ્યુટરની મદદથી ટેલિફોનિક ઇન્ટરવ્યુ લીધા હતા અને સોફ્ટ ડ્રિન્કસના ઉપયોગ અંગે તેમની પાસેથી માહિતી મેળવી હતી. સોફ્ટ ડ્રિન્કસમાં જે ઘટક તત્વો રહેલા છે તેમાં કોક, લેમોન્ડે, ફ્લેવર્ડ મિનરલ વોટર, પાવર્ડે અને ગેટોર્ડે જેવા ઘટકતત્વો રહેલા છે. પરિણામોમાં જાણવા મળ્યું છે કે, દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં ૧૦ પુખ્ત વયના લોકો પૈકી એક દરરોજ અડધા લીટરથી વધુ સોફ્ટ ડ્રિન્કસ પી જાય છે.
સોફ્ટ ડ્રિન્કસના વધુ પ્રમાણના સીધા સંબંધ અસ્થમાની વધુ તકો સાથે સંકળાયેલા છે. વધુ સોફ્ટ ડ્રિન્કસ અથવા તો ઓછા સોફ્ટ ડ્રિન્કસના સંબંધ સીધી રીતે રહેલા છે. એકંદરે ૧૩.૩ ટકા લોકો અસ્થમાના શિકાર અભ્યાસમાં નિકળ્યા હતા. જ્યારે દરરોજ અડધા લીટરથી વધુ સોફ્ટ ડ્રિન્કસ પીતા લોકોમાં ૧૫.૬ ટકા લોકો સીઓપીડી સાથે ગ્રસ્ત દેખાયા હતા. અસ્થમા અને સીઓપીડી માટે રેસિયો દરરોજ અડધા લીટરથી વધુ સોફ્ટ ડ્રિન્કસપીનાર માટે ક્રમશઃ ૧.૨૬ અને ૧.૭૯ જેટલો રહ્યો છે. અભ્યાસના તારણોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જર્નલ રેસ્પિરોલોજીમાં અભ્યાસના તારણ આપવામાં આવ્યાં છે. ખાંડના વધારે પ્રમાણને શરીરમાં સમાયોજિત કરવા માટે વધારે પ્રમાણમાં ઇન્સુલિનની જરૂર હોય છે. જેથી શરીર પર દબાણ આવે છે. જેથી નિયમિત રીતે કોલ્ડ ડ્રિન્કસ પિનાર લોકોમાં ભવિષ્યમાં ટાઇપ બે ડાયાબિટીસનો ખતરો રહે છે. દાંતને નુકસાન થાય છે. વધારે પ્રમાણમાં ખાંડ હોવાના કારણે દાંતમાં કેવિટી હોવાની શંકા પણ રહે છે. ડાયટ સોડામાં રહેલા સ્વીટનર્સના કારણે માથામાં દુખાવો રહે છે. નિષ્ણાંતો કહે છે કે કોઇ સંજાગોમાં સોફ્ટ ડ્રિન્કસ લઇ શકાય છે.