કિડનીના દર્દીઓ માટે કોફી આદર્શ

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

જ્યારે પણ અમને ઉંઘ આવે છે અથવા તો થાકનો અનુભવ થાય છે ત્યારે અમે સામાન્ય રીતે કોફીનો ઉપયોગ કરીએચીએ. કોફી પિવાના અનેક ફાયદા રહેલા છે. દાખલા તરીકે કોફી પિવાથી હાર્ટ અને દિમાગ સાથે સંબંધિત બિમારી થવાનો ખતરો ઓછો રહે છે. હવે વ્યાપક અભ્યાસ બાદ એવી બાબત પણ ઉભરીને સપાટી પર આવી છે કે જે લોકો કિડની સંબંધિત બિમારીથી ગ્રસ્ત છે અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે તે લોકો જા કોફી પિવે તો તેમને વધારે ફાયદો થાય છે. કિડનીના દર્દીઓમાં મોતના જાખમને પણ તે ઘટાડી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં આ બાબત ઉભરીને સપાટી પર આવી છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે કોફી પિવાના કારણે એવા લોકોમાં મોતનો ખતરો ઓછો થઇ જાય છે જે કિડનીની ગંભીર બિમારીથી પરેશાન થયેલા છે.

આ અભ્યાસમાં એવા દર્દીની સરખામણી ઓછા પ્રમાણમાં કોફી પિનાર સાથે કરવામાં આવી હતી. અભ્યાસ કરવામાં આવ્યા બાદ જે રિઝલ્ટ આવ્યા તે દર્શાવે છે કે જે વધારે પ્રમાણમાં કોફી પિતા હતા તે દર્દીઓમાં કિડની સંબંધિત બિમારીના કારણે થતા મોતના પ્રમાણમાં ૨૫ ટકા સુધીનો ઘટાડો થઇ ગયો હતો. શોધ કરનાર લોકોના કહેવા મુજબ કોફી કિડની સંબંધિત બિમારીમાં એક સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવે છે. તેના સંભવિત કારણ એ હોઇ શકે છે કે નાઇટ્રિક એસિડની અસર વધારે થાય છે. હકીકતમાં કોફીનાઇટ્રિક એસડ નામના તત્વને રિલિજ કરવામાં મદદ કરે છે. તે તત્વ કિડનીના કામને સુધારી દેવામાં ઉપયોગી સાબિત થાય  છે. આ અભ્યાસના મુખ્ય લેખક મિગુલ વિયરાએ કહ્યુ છે કે આ પરિણામથી જાણવા મળે છે કે જે દર્દી કિડનીની ગંભીર બિમારીથી ગ્રસ્ત છે તે દર્દીએ કોફી વધારે પ્રમાણમાં ઉપયોગ કરવી જાઇએ. કારણ કે આના કારણે મૃત્યુ દરમાં ઘટાડો થઇ જાય છે.

જર્નલ નેફ્રોલોજી ડાયલિસીસ ટ્રાન્સપ્લાન્ટેશમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ અભ્યાસના યોગ્ય તારણ પર પહોંચવા માટે ૪૮૬૩ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. તેમના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૂધ વગર ચા પીવાથી વજનને ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવામાં દૂધ વગરની ચા ખૂબ જ ઉપયોગી છે. વૈજ્ઞાનિકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ કહ્યું છે કે ચાની અંદર ઉચ્ચસ્તરીય ઘટકો રહેલા છે. જે ફેટના પ્રમાણને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, થીઆફ્લેવીન્સ અને થીઆરૂબીગીન નામે ઓળખાતા ઘટકો સ્થુળતાને ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હાઇ ફેટ ડાઇટ ઉપર જ્યારે ઉંદરોમાં આ પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે તેનો ફાયદો થયો હતો. અને આના પરિણામ પણ ઇÂચ્છત રહ્યા હતા. સંશોધકો હવે માને છે કે આ નવા પરિણામથી ઘણી બાબતો જાણી શકાશે. ચાની અસરકારક અસરમાંથી બ્રિટનના લોકો લાભ લઇ રહ્યા નથી.

વિશ્વના દેશોમાં ચાનું ઉપયોગ કરનારાઓમાં બ્રિટનના લોકોની સંખ્યા ખુબ મોટી છે. ચામાં દૂધ નાંખીને પીવામાં આવે છે ત્યારે દૂધના પ્રોટીન સાથે તેમાં રહેલા ઘટકો ભળી જાય છે જેથી અમને દૂધ પ્રોટીનમાંથી અથવા તો આ ઘટકોમાંથી કોઇપણ આરોગ્યના લાભ મળી શકતા નથી. જેથી દૂધ વગર ચા પીવાની સલાહ વૈજ્ઞાનિકો આપે છે. જાપાનમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચામાંથી ઘટકોનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી પણ ફેટના પ્રમાણને ઘટાડી શકાય છે. જાપાનમાં કીરીન બેવેરેજ કંપની સાથે સંકાળાયેલા એક વૈજ્ઞાનિક હીરોકી યાજીમાએ કહ્યું છે કે, જાપાનમાં પણ વ્યાપક પ્રમાણમાં અભ્યાસની પ્રક્રિયા ચલાવવામાં આવી છે. બ્લેક ટી હંમેશા સ્થુળતાને ઘટાડવામાં ઉપયોગી બને છે. ડાઇટના કારણે ચરબી વધારનાર તત્વોને રોકવામાં બ્લેક ટી ભુમિકા અદા કરે છે. દૂધ વગરની ચા પીવાથી મોટા ફાયદો થાય છે તે બાબત પ્રકાશમાં આવ્યા બાદ તેનાથી ફાયદો થઇ શકે છે. સ્થુળ લોકો માટે આ ખૂબ સારા સમાચાર છે જે વજન ઘટાડવા માટે ઇચ્છુક છે. જુદા જુદા અભ્યાસના તારણ કહે છે કે ચા અને કોફી બંને માનવ શરીરને કેટલીક તકલીફથી બચાવે છે. બંનેના ફાયદા રહેલા છે. બંનેમાં કેટલાક ઉપયોગી તત્વો હોય છે જે શરીરમાં રહેલા અંગોને રાહત આપવા માટેનાકામો કરે છે.

Share This Article