આઈએનએસડબ્લ્યુએમાં 26 અબજ લિટરની વાર્ષિક જળપુનઃસ્થાપિત કરાવી સંભાવના નિર્માણ કરાઈ
નવી દિલ્હી : ધ કોકા- કોલા કંપનીએ તેની વ્યૂહરચના રિડ્યુસ, રિસાઈકલ અને રિપ્લેનિશના ઉપલક્ષ્યમાં તેના 2020ના જળ પુનઃસ્થાપના લક્ષ્યને પાર કર્યું હોવાની ઘોષણા કરી છે. તેના વોટર યુઝ રેશિયો (ડબ્લ્યુયુઆર)માં નોંધપાત્ર સુધારણા દર્શાવતાં કંપનીએ આઈએનએસડબ્લ્યુએમાં ડબ્લ્યુયુઆરમાં 32.4 ટકા ઘટાડો થયાની ઘોષણા કરી છે. 2010માં એક લિટર બેવરેજ ઉત્પાદન કરવા માટે 2.56 લિટર પાણી ઉપયોગ કરાયું હતું તે ઘટાડીને 2020માં 1.73 લિટર ઉપયોગ કરાયું હતું. ઉપરાંત ભારત અને સાઉથવેસ્ટ એશિયામાં બોટલિંગ ઓપરેશન્સ અને કોકા- કોલા ઈન્ડિયા ફાઉન્ડેશન (આનંદાના) દ્વારા હાથ ધરાયેલી જળ સંવર્ધન પહેલો થકી કંપનીએ 26 અબજ લિટરની એકત્રિત પાણી પુનઃસ્થાપના સંભાવના નિર્માણ કરી છે.
વોટર સ્ટુઅર્ડશિપ કોકા- કોલા માટે લાંબા સમયથી વેપારી મહત્ત્વ ધરાવે છે. 2021માં કંપનીએ તેના વેપાર, સમુદાયો અને તે કામગીરી કરે તે સર્વત્ર જગ્યાએ નિસર્ગ જળ સલામતી હાંસલ કરવા વૈશ્વિક સ્તરે a new holistic strategyની ઘોષણા કરી છે, તેના બેવરેજીસ માટે કૃષિ સામગ્રીઓ સ્રોત કરે છે અને 2030 સુધી લોકોના જીવનને સ્પર્શ કરશે. આ વ્યૂહકચના ત્રણ મુખ્ય અગ્રતાઓ પર કેન્દ્રિત છેઃ દુનિયાભરમાં શેર્ડ વોટર પડકારો ઓછા કરવા, મહિલા અને છોકરીઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સમુદાય જળ સ્થિતિસ્થાપકતા વધારવી અને અગ્રતાના વોટરશેડ્સનું સ્વાસ્થ્ય સુધારવું.
આ સિદ્ધિ વિશે બોલતાં આઈએનએસડબ્લ્યુએના કમ્યુનિકેશન્સ અને સસ્ટેનેબિલિટીના જાહેર બાબતોના વાઈસ પ્રેસિડેન્ટ દેવયાની રાજ્ય લક્ષ્મી રાણાએ જણાવ્યું હતું કે “પાણી જીવન માટે મહત્ત્વપૂર્ણ છે અને સમુદાયો અને ઈકોસિસ્ટમ માટે અનિવાર્ય છે. તે કોકા– કોલા કંપની માટે સૌથી મહત્ત્વપૂર્ણ સામગ્રી પણ છે. અમે અમારાં જોડાણો અને ભાગીદારીઓ થકી ભારત અને સાઉથવેસ્ટ એશિયામાં ઉપયોગ કરાયેલા પાણીમાંથી લગભગ 160 ટકા પુનઃસ્થાપિત કરી શક્યા તેનું અમને ગૌરવ થાય છે. ઉપરાંત સ્વચ્છ પાણીને વિસ્તારિત પહોંચ અને જળમાર્ગોનું સંવર્ધન દ્વારા વોટર સ્ટુઅર્ડશિપના અમારા ધ્યેયને વધુ બુલંદ બનાવ્યો છે. આ સિદ્ધિ અમારા ઉત્તમ શેર્ડ ભાવિ નિર્માણ કરવા મજબૂત અભિગમ અને કટિબદ્ધતામાં વધુ એક પગલું છે.
એક દાયકાથી વધુ સમય પૂર્વે કંપનીએ તેનાં બેવરેજીસ અને તેમનાં ઉત્પાદનમાં ઉપયોગ કરાતાં પાણીને પુનઃસ્થાપિત કરવા, પાણીનો વધુ કાર્યક્ષમ રીતે ઉપભોગ કરવા અને ઉત્પાદન પ્રક્રિયાઓમાંથી ગંદા પાણીનો ઉપચાર કરવા માટે લક્ષ્ય સ્થાપિત કર્યું હતું. તેની ત્રણ આર વ્યૂહરચના, રિડ્યુસ, રિસાઈકલ અને રિપ્લેનિશ થકી તેણે 2020ના પુનઃસ્થાપિત કરવાના લક્ષ્યને પાર કરવા સાથે વૈશ્વિક સ્તરે કંપનાના વોટર સ્ટુઅર્ડશિપ લક્ષ્યોમાં નોંધપાત્ર રીતે યોગદાન આપીને આઈએનએસડબ્લ્યુએ સાથે તેની કામગીરીની અંદર અને બહાર શેર્ડ વોટર મેનેજમેન્ટમાં દાખલો પણ બેસાડ્યો છે. આ અંગે વિગતો માટે ઈન્ફોગ્રાફિક જુઓ.
તેની બોટલિંગ ભાગીદારો, બિન સરકારી સંસ્થાઓ (એનજીઓ), નાગરી સમાજ સંસ્થાઓ (સીએસઓ) અને સમુદાયના સભ્યો સાથે અર્થપૂર્ણ જોડાણો થકી આનંદા- ધ કોકા- કોલા ઈન્ડિયા ફાઉન્ડેશન (સીસીઆઈએફ) દ્વારા ભારતના તાણવાળા પ્રદેશોમાં સમુદાયના પરિપૂર્ણ વિકાસ માટે મુખ્ય જળ પુનઃસ્થાપિત પ્રકલ્પો થકી નમ્ર યોગદાન આપ્યું છે. આ પ્રકલ્પો પાણીની તંગીને લીધે પડકારોને પહોંચી વળે છે ત્યારે તે સમુદાય પાણી પ્રકલ્પોની જાળવણી અને સક્ષમતાની ખાતરી રાખવા માટે ગ્રામીણ પાણી સમિતિઓમાં સુપરવાઈઝરી ભૂમિકાઓ ભજવતી મહિલાઓના સશક્તિકરણ પર ભાર આપવા સાથે સમુદાયના સહભાગ માટે વિશેષ ધ્યાન આપ્યું છે.
વૈશ્વિક સ્તરે ધ કોકા- કોલા કંપની ચાર મુખ્ય ભાગીદારો સાથે કામ કરે છે, જેઓ મુખ્યત્વે દુનિયાભરના ભૂજળ લક્ષી પ્રકલ્પો પર વ્યૂહાત્મક વિકાસ અને અમલબજાવણી ટેકો આપે છેઃ
કોકા- કોલા અને ટીએનસી are jointly pursuing Nature-Based Solutions વોટરશેડ્સનું રક્ષણ કરવા સાથે લોકો અને પૃથ્વી માટે અર્થપૂર્ણ લાભો પણ આપે છે. આ કટિબદ્ધતાઓમાં ભૂજળ પ્રણાલીઓના સ્વાસ્થ્યને જાળવવા પર કેન્દ્રિત પ્રકલ્પોનો પણ સમાવેશ થાય છે, જેમ કે, સાઉથ આફ્રિકામાં Greater Cape Town Water Fund, જ્યાં વોટર- હોગિંગ ઈન્વેઝિવ પ્લાન્ટ જાતિઓ એટલાન્ટિક એક્વિફાયર સહિત સ્થાનિક મહાપાલિકાના પાણી પુરવઠા સામે ખતરો પેદા કરે છે. કોલા- કોલા અને અન્ય ભાગીદારો ઈન્વેઝિવ જાતિઓ દૂર કરવા, પાડોશી વનસ્પતિની પુનઃસ્થાપના માટે માર્ગ મોકળો કરવા અને પાણીને ફરીથી પુરવઠા પ્રણાલીમાં છોડવા માટે ટીએનસીની આગેવાની હેઠળના પ્રકલ્પને ટેકો આપે છે.
ટીએનસીએ કોકા- કોલાની 2030ની વોટર સ્ટ્રેટેજીનો વોટરશેડ્સ હિસ્સો વિકાસ કરવામાં પણ આગેવાની કરીને કંપનીના અગ્રતાના વોટરશેડ્સના 100 ટકામાં વોટરશેડ સ્વાસ્થ્ય અને સ્થિતિસ્થાપક બનાવવા માપક્ષમ, હકારાત્મક યોગદાન આપવાનું લક્ષ્ય અધોરેખિતકર્યું છે. વ્યૂહરચના એકંદર વોટરશેડ સ્વાસ્થ્ય સુધારવાના એકલ લક્ષ્ય તરીકે પાણી પુનઃસ્થાપિતમાંથી ખસેડવામાં આવી છે. ભાગીદારો હવે દુનિયાભરમાં અગ્રતાના વોટરશેડ હેલ્થ પ્લાન્સ સ્થાપિત કરી રહ્યા છે.
2012થી કોકા- કોલા કંપની અને ડબ્લ્યુડબ્લ્યુએફે 1.4 અબજ લિટરથી વધુ પાણી પર્યાવરણમાં ફરીથી પુનઃસ્થાપિતકર્યું છે, દુનિયાના મોટા ભાગના જળ અછતના વિસ્તારોમાં પાણી સલામતી સુધારી છે. ભાગીદારોની વોટર સ્ટુઅર્ડશિપનું કામ 50 દેશમાં કાર્યક્રમ વિસ્તારવા પૂર્વે 11 તાજા પાણીની ખાડીઓમાં શરૂ થયું હતું.
બંગલાદેશ, ઈસ્તાતિની, તાન્ઝાનિયા અને નાઈજીરિયા જેવા દેશોમાં હવામાન- સ્થિતિસ્થાપક સમાધાન થકી સ્વચ્છ પાણીની પહોંચ વિસ્તારવા ઉપરાંત વોટરએઈડ અને કોકા-કોલાએ 51 રિચાર્જ કૂવાઓ અને ફિલ્ટર ચેમ્બરો ગોઠવીને નેપાળમાં ઓછા થઈ રહેલા ભૂજળને પલટવામાં મદદ કરી છે. આ હવામાન બદલાવ પગલાંથી દુકાળ અને સૂકી મોસમમાં શહેરી સમુદાયો માટે વરસાદી જળ ઉપલબ્ધ થયું છે, જેને લીધે વાર્ષિક 13 મિલિયન ગેલન સુધી ભૂજળ રિચાર્જ થયું છે.
2017થી જીડબ્લ્યુસીએ કોકા-કોલા ફાઉન્ડેશન, વોટર એન્ડ ડેવલપમેન્ટ એલાયન્સ (ડબ્લ્યુએડીએ) અને ઈપ્સોસ સાથે સહયોગમાં મહિલા સશક્તિકરણ પર પાણીને પહોંચના પરિવર્તનકારી પ્રભાવનું પરીક્ષણ કર્યું છે. આ જોડાણ પ્રાયોજિત રિપલ ઈફેક્ટ અધ્યયને સિદ્ધ કર્યું છે કે સ્વચ્છ પાણી અજોડ રીતે મહિલાઓને સશક્ત બનાવે છે અને સમુદાયોમા પરિવર્તન લાવે છે. આ અંતદ્રષ્ટિનો ઉપયોગ કરીને જીડબ્લ્યુસીએ આફ્રિકા, નોર્થ અને સાઉથ અમેરિકા, ધ મિડલ ઈસ્ટ અને સેન્ટ્રલ એશિયામાં 21 દેશોમાં મહિલા અને સમુદાયો માટે સ્વચ્છ પાણીને પહોંચ માટે એકત્રિત પગલાં લેવા “women for water” platformની સ્થાપના કરી છે.