અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃરતિ, આધ્યાત્મિક અને હિન્દુ ધર્મની ધજા-પતાકા ફરકાવી હિન્દુ ધર્મને પ્રસ્થાપિત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશાં અખૂટ પરિશ્રમથી ધાર્મિક, આધ્યાત્મિક રાષ્ટ્રાવાદની પ્રબળ ભાવનાથી સમાજને જોડી સમાજના સુખ-દુઃખમાં ભાગીદાર બન્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરા તાલુકાના સાંકરદા ખાતે બ્રહ્મસ્વરૂપ સ્વામી શ્રી શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના પ્રાણ સમાન માનસપુત્રો ગુણાતીત સમાજના સર્જક અને ઘડવૈયા ગુરૂ હરિ કાકાજી અને પપ્પાવજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા. સાંકરદા મહાતીર્થ ખાતે ભવ્ય નૂતન મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયેલ યજ્ઞમાં મુખ્યમંત્રીએ પવિત્ર યજ્ઞમાં શ્રીફળની આહૂતિ આપી હતી. આજથી ૨૦૦ વર્ષ પહેલાં સાંકરદાની પવિત્ર ભૂમિ ઉપર સ્વાતમિનારાયણ ભગવાન પધારેલા તેનો ઉલ્લેળખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સાંકરદામાં નૂતન મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાજ નિમિત્તે યોજાયેલ યજ્ઞ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ઉપયોગી અને આધ્યાત્મિક ચેતના જગાવનારો યજ્ઞ બની રહેશે.
ગુજરાતના યુવાનોને ભારતીય સંસ્કૃતિ, ચારિત્ર્ય –રાષ્ટ્ર ઘડતર, વ્યસનમુકિત અને સમાજના સુખ-દુઃખમાં સહભાગી થવાની પ્રેરણા આપવામાં પ.પૂ. હરિપ્રસાદ સ્વામીનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે હરિધામ સોખડા દ્વારા ભવિશષ્ય નાગરિકો એવા યુવાનોના નેતૃત્વ ઘડતર અને વિકાસ માટે સતત માર્ગદર્શન મળી રહ્યું છે જે સરાહનીય છે. મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞમાં સહભાગી થવા બદલ ધન્યતા અનુભવતાં મુખ્યામંત્રી વિજય રૂપાણીએ ભગવાન સ્વામિનારાયણ ગુજરાતને હંમેશાં સમૃધ્ધધ અને શકિતશાળી બનાવે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ પૂ.મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબના ગુજરાતની પ્રતિષ્ઠા કાયમ જળવાઇ રહે તેવી મનોકામના કરી હતી.