અમદાવાદ : ગુજરાતમાં આગામી જાન્યુઆરી-૨૦૧૯માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓને જાણે આખરી ઓપ અપાઈ રહ્યો છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને વાયબ્રન્ટ ગુજરાતસમિટ ૨૦૧૯ નું ઉદ્ઘાટન કરવા આવવાનું આમંત્રણ પણ ભાવભર્યુ પાઠવ્યું હતું.વડાપ્રધાને મુખ્યમંત્રી રૂપાણી અને તેમના ડેલીગેટ્સને વાયબ્રન્ટની તૈયારીઓને લઇપૃચ્છા કરી તેની સફળતાની શુભેચ્છા પણ પાઠવી હતી.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગતસમિટના ખમતીધર પાર્ટનર કન્ટ્રી અમેરિકા અને ઇંગ્લેન્ડે આ વખતે પાર્ટનર કન્ટ્રીતરીકે જોડાવવા માટે હજુ સુધી ગુજરાત સરકારને સંમતિ આપી નથી. જેના કારણે બન્ને દેશસમિટના ભાગીદાર દેશ તરીકે નહીં જોડાય તેવું ચિત્ર હાલ ઉપસ્યું છે. જો કે સરકારનોએવો દાવો છે કે અન્ય નવા દેશ આ વખતે પાર્ટનર કન્ટ્રી બન્યા છે તેના કારણે તેઓ છેકસુધી નહીં આવે તો પણ તેમની ખોટ વર્તાશે નહીં. યુકેમાંથી મોટું રોકાણ ગુજરાતમાંઆવતું ન હતું. જ્યારે અમેરિકા ભલે સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે ન જોડાય પરંતુતેનું મોટુ ડેલિગેશન સમિટમાં ભાગ લેવા આવી રહ્યું છે.
દિલ્હીમાં વડાપ્રધાનનાં નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવોએ આ વાયબ્રન્ટ સમિટના આયોજનની સંપુર્ણ વિગતોથી વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા.કેન્દ્ર સરકારના વિભાગોનો પણ આ સમિટની સફળતા માટે સહયોગ મળી રહ્યો છે એમ તેમણેકહ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે સમિટમાં વિશ્વના ૧૨ દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે તેમજ ૧૦૦થીવધુ રાષ્ટ્રોના ૩૦ હજાર જેટલા ડેલીગેટ્સ પણ સમિટમાં ભાગ લેવા આવશે.
મુખ્યમંત્રીએકહ્યું કે, વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં આફ્રિકા-ડેની ઉજવણી કરીને આફ્રિકા સાથેઈમ્પોર્ટ સહિતના સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધવું છે. એમ.એસ.એમ.ઈ. સેક્ટરને પણસમિટમાં સમાવિષ્ટ કરવાના આયોજનની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. વાયબ્રન્ટ સમિટનીઆ ૯ મી કડીમાં આ વર્ષે તા.૧૫થી ૨૭ જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં પ્રથમ વાર શોપિંગફેસ્ટિવલ યોજવામાં આવશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આ શોપિંગ ફેસ્ટિવલમાં નાના મોટા ટ્રેડર્સને વેપારની તક મળશે.પ્રધાનમંત્રી સાથેની મુખ્યમંત્રીની આ બેઠકમાં મુખ્ય સચિવ ડો.જે એન સિંહમુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસ નાથન, અગ્ર સચિવ મનોજ કુમાર દાસ, ઉદ્યોગ કમિશનરમમતા વર્મા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.