અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રચાયેલા ‘નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટ‘ની ૮ લાખ ૯૭ હજારની સહાયની રકમના ચેક રાજ્ય સેવાના વર્ગ-૪ કર્મયોગીઓની ૯૩ દિકરીઓને કન્યા શિક્ષણ પ્રોત્સાહન સહાય રૂપે વિતરણ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડતી વખતે રાજ્ય સરકારના વર્ગ-૪ કર્મયોગીઓની દિકરીઓના કલ્યાણ માટે આ અનોખી પહેલ ર૦૧૪માં કરી હતી. ગુજરાતમાંથી વિદાય થતાં તેમણે પોતાની મુખ્યમંત્રી તરીકેની વ્યક્તિગત વળતરની બચત મૂડીમાંથી ર૧ લાખનું દાન જાહેર કર્યું હતું અને રાજ્ય સરકારના અદના કર્મયોગીઓની દિકરીઓના કલ્યાણની યોજના માટે રાજ્ય સરકાર દ્વારા આ દાનનો ઉપયોગ થાય તેવી લાગણી નરેન્દ્ર મોદીએ વ્યકત કરી હતી.
ક્યાંક તમે તો નકલી ઘી ખરીદીને ઘરે નથી લઈ જતાને?
પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી...
Read more