મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત વિધાનસભા ગૃહના અંદાજપત્ર સત્રને રાજ્યપાલએ કરેલા સંબોધન પરના આભાર પ્રસ્તાવમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, લોકોએ ફરી વિશ્વાસ મૂકીને આ સરકારને રિપીટ કરી છે. સ્પષ્ટ જનાદેશ આપ્યો છે તે જ ભાજપાની જનસ્વીકૃતિને પ્રતિપાદિત કરે છે.
વિજયભાઇ રૂપાણીએ વિધાનગૃહના નેતા તરીકે આ આભાર પ્રસ્તાવનું સમાપન કરતાં ઉમેર્યુ કે, સંસદીય પ્રણાલિમાં વિપક્ષના પ્રજાલક્ષી વાજબી સૂચનો હશે એનો સ્વીકાર કરતાં અમે કદી અચકાઇશું નહી. વિકાસ, પ્રગતિ, સુખ સમૃધ્ધિ-સલામતિ ગુજરાતના લોકોની માનસિકતામાં સ્વીકારાઇ ગયા છે.
‘‘ભુલ સે ભી મુખ મેં જાતિ-પંથકી ન બાત હો’ એમ સાફ શબ્દોમાં જણાવતાં મુખ્યમંત્રીએ અપીઝમેન્ટની રાજનીતિ કે વાયદા આપનારી આ સરકાર નથી તેમ વિપક્ષના આક્ષેપોનો સચોટ જવાબ આપતાં ઉમેર્યુ હતું.
‘‘ભુલ સે ભી મુખ મે જાતિ-પંથ કી ન બાત હો…ભાષા પ્રાંત કે લીયે કભી ન રક્તપાત હો….
આ રહી હૈ ચારો ઓર સે યહી પુકાર હમ કરેંગે ત્યાગ માતૃભૂમિ કે લીયે અપાર’’
સંવેદનશીલ અભિગમ, પારદર્શક વહીવટ, નિર્ણાયક પરીશ્રમ અને પ્રગતિશીલતાની પ્રતિબદ્ધતાને વરેલી છે આ સરકાર છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત સભાગૃહના સભ્યોને ગુજરાત એવરેજ ગ્રોથ રેટ, સેવાસેતુ દ્વારા જનસમસ્યાના નિવારણ, ખૂલ્લામાં શૌચક્રિયામુકિત, સૌર ઊર્જા ઉત્પાદન, એમ.એસ.એમ.ઇ., એલ.ઇ.ડી. બલ્બ, પંખા ટયૂબ લાઇટના વિતરણ, કૃષિ પાક ઉત્પાદન સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત નંબર વન છે તેની પણ વિષદ ભૂમિકા પોતાના આભાર પ્રસ્તાવમાં આપી હતી.