ગુજરાતના મુખ્યપ્રધાન નિજય રૂપાણી સીએમ બન્યા બાદ પ્રથમવાર વિદેશ પ્રવાસ કરી રહ્યાં છે. તેઓ આગામી ૨૬ જૂનના રોજ ૬ દિવસના ઇઝરાયેલ પ્રવાસે જશે. આ પ્રવાસમાં તેમની સાથે રાજ્યના અનેક ઉચ્ચાધિકારીઓ પણ ઇઝરાયેલ જશે. તેઓની આ મુલાકાતનો હેતુ જળવ્યવસ્થાપન અને આધુનિક ખેતીને લગતો છે, જેમાં ઉત્તમ ખેતીવાડી પદ્ધતિ, પણાનું શુદ્ધીકરણ, ખારા પાણીમાંથી પીવા લાયક પાણી બનાવવું, રાજ્યની સુરક્ષા અને ઇનોવેશન વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે.
તાજેતરમાં જ ઇઝરાયેલના વડાપ્રધાન બહેન્જામીન નેતન્યાહૂની ગુજરાત મુલાકાત થઇ હતી. આ ડેલિગેશનમાં રાજ્યના કેટલાંક ટોચના બિઝનેસમેન પણ જોડાઇ શકે છે. મુખ્યમંત્રી સાથે આ પ્રવાસમાં ઉચ્ચ અધિકારીઓ સંજય પ્રસાદ- એસીએસ ખેતીવાડી અને કો-ઓપરેશન, ડેવલોપમેન્ટ કમિશ્નર, જળસંપદા વિભાગના સેક્રેટરી, પશુધન અને મત્સ્યઉદ્યોગ વિઙાગના સેક્રેટરી વગેરે પણ આ ડેલિગેશનમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અગાઉથી જ રાજ્યમાં સરકારને બે એગ્રીકલ્ચર સેન્ટર બનાસકાંઠા અને કચ્છ ડેવલોપ કરવામાં મદદ કરી રહ્યું છે.