ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ ઝુંકાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિર ખાતે આજે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકાધીશની ચરણપાદુકાની પૂજા અને રાજભોગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતમાં આગામી ચોમાસામાં વરૂણદેવ મન મુકીને વરસે તેવી ભગવાન દ્વારકાધિશને પ્રાર્થના મુખ્યમંત્રીએ કરી હતી. તેમજ મુખ્યમંત્રીએ મંદિરના પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું પણ અભિવાદન ઝીલ્યું હતું.

Share This Article