ક્લાઉડ કમ્પ્યુટિંગ એ કોઈ ઓર્ગેનાઈઝેશન માટે કોસ્ટ સેવિંગ, વધુ પ્રોડક્ટીવીટી અને વધુ ઓપરેશન ફ્લેક્સીબીલીટીને સક્ષમ કરીને તેમના વ્યવસાયને વધારવા માટે તકો ઊભી કરવામાં સહાય કરે છે. પ્રોડક્ટીવીટી ટુલઓફિસ ૩૬૫ અને ક્લાઉડ પ્લેટફોર્મ એઝ્યુર જેવી માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસીસ ઓપરેશનલ ખર્ચને ઓછા કરવામાં સહાય કરે છે, ઉચ્ચ પ્રોડક્ટીવીટી તરફ દોરવા તેમજ કર્મચારીઓ વચ્ચે સહયોગ વધારવા અને નજીક અથવા દૂરના વર્તમાન અને નવા ગ્રાહકો સાથે ઇઝી કનેક્ટ ને સક્ષમ બનાવે છે, જેનાથી બીઝનેસ ઓપરેશનમાં વિકાસ મેળવી શકાય છે.
માઇક્રોસોફ્ટ દ્વારા તાજેતરના એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ક્લાઉડ સર્વિસિસનો ઉપયોગ કરીને એસએમઇ ની એમ્પ્લોય પ્રોડક્ટીવીટીમાં ૨.૬ ગણો સુધારો અને ઓપરેટિંગ ખર્ચમાં ૩.૧ ગણોઘટાડો થશે. માઇક્રોસૉફ્ટ અને તેના પાર્ટનર ક્રેયોન (ગ્લોબલ સૉફ્ટવેર અને ક્લાઉડ એક્સપર્ટસ, જેમની પાસે સમગ્ર માઇક્રોસોફ્ટ ટેકનોલોજી સ્ટેકમાં ડીપટેકનીકલ અને એવોર્ડ-વિનિંગ ક્ષમતાઓ છે), તાજેતરમાં કલાઉડ-બેઝ્ડપ્રોડક્ટ્સ અને એસએમઇ ની સર્વિસીસ અને આઇએસવી (ઈન્ડીપેન્ડન્ટ સૉફ્ટવેર વેન્ડર્સ) પર રાજકોટમાં નોલેજ શેરિંગ સેશનનું આયોજન કર્યું છે. રાજકોટ ભારતમાં સૌથી વધુ વાઇબ્રન્ટ એસએમઇ ક્લસ્ટરોમાંનું એક છે, અને રાજકોટ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી એસોસિયેશન સાથે આ સેશન યોજાયો હતો.
માઈક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસીસમાં પસંદગી, ફ્લેક્સીબીલીટી, સ્કેલીબીલીટી, વિશ્વવ્યાપી પહોંચ અને કેપેસીટી પ્રદાન કરે છે જે કોઈપણ ઓર્ગેનાઈઝેશનની જરૂરિયાતોને અનુરૂપ છે. માઇક્રોસોફ્ટ ક્લાઉડમાં માં જોડાવાથી ઓર્ગેનાઈઝેશન ને થતા કેટલાક ફાયદા નીચે પ્રમાણે છેઃ
ઓછી ઓપરેશન કોસ્ટ
માઈક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસીસ પે-એઝ-પર-યુઝ સર્વિસીસ છે, જે આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના અને જાળવણીમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાતને દૂર કરે છે, જે તેના ઓપરેશનના અન્ય ક્ષેત્રોમાં માટેકેપિટલ ફ્રી-અપ કરવામાં સહાય કરે છે. આ ઉપરાંત, કામગીરીની જરૂરિયાતો મુજબ સેવાઓને સરળતાથી સ્કેલ અપ અથવા સ્કેલ ડાઉન કરી શકાય છે.
વધુ પ્રોડક્ટીવીટી
માઈક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસીસ ઓફિસ ૩૬૫ ની અન્ય પ્રોડક્ટ્સ વચ્ચેડિજિટલ વર્કસ્પેસ જેવા સરળ ટુલ્સ દ્વારા કર્મચારીઓ વચ્ચે ઝડપી કોમ્યુનીકેશન અને કોલોબ્રેશનને સક્ષમ કરે છે. ક્લાઉડ સર્વિસીઝ ઓર્ગેનાઈઝેશનને સમગ્ર ભારત અને વિશ્વના વર્તમાન અને સંભવિત ગ્રાહકો સાથે જોડાવા માટે સક્ષમ બનાવે છે, જે વધુ પ્રોડક્ટીવીટીતરફ દોરી જાય છે.
ગમે ત્યારે ગમે ત્યાં કામ કરો
માઈક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસીઝ કર્મચારીઓને કોઈ પણ સ્થળે કોઈપણ સમયે, કોઈપણ ડીવાઈસથી બીઝનેસ ઇન્ફોર્મેશનને ઍક્સેસ કરે છે. તેનાથી કોઈપણ સમયે કામ કરી શકાય છે, જેથી કોઈ પણ સ્થાનથી કર્મચારીઓને બીઝનેસ રિસ્પોન્સ ટાઈમ અને ફ્લેક્સિબિલીટીને ઑપરેટ કરી શકાય છે.
ડેટા ની સુરક્ષા
માઈક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસીઝમાં ઇન-બિલ્ટ સિક્યોરિટી ફીચર્સ છે, અને વપરાશકર્તાઓના ઓથેન્ટિકેશનના મલ્ટીપલ લેયર્સ છે, જે સાયબર અટેક્સને રોકે છે અને ઓર્ગેનાઈઝેશનના ડેટાને હેક્સ અને રાન્સસ્મોવેર જેવા જોખમોથી સુરક્ષિત રાખવામાં સહાય કરે છે.
માઇક્રોસોફ્ટનાપાર્ટનર ઇકોસિસ્ટમજીએમ, શ્રી.રાજીવ સોઢીએ, જણાવ્યું હતું કે, “આજના ઝડપી પરિવર્તનશીલ બજારમાં, કર્મચારીઓ વચ્ચે ઓપન અને સિક્યોરકોલોબ્રેશન અને બીઝનેસ રિસ્પોન્સમાં સરળતા એકારોબારના વિકાસને ચલાવવા માટે મૂળભૂત છે.માઇક્રોસોફ્ટ ક્લાઉડ સર્વિસીસ તેમના રોજ-બ-રોજના ઓપરેશન્સમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગમાં બદલાવ લાવે છે, અને અમારા વિશાળ પાર્ટનર ઇકોસિસ્ટમ એ રચનાત્મક ડિજિટલ સેવાઓ પહોંચાડે છે જે ઓર્ગેનાઈઝેશનની વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને અનુરૂપ હોયછે.”
લક્ષ્મીકાંત અમ્બુલકર, રીઝનલ ચેનલ હેડ-વેસ્ટ એન્ડ પ્રોડક્ટ હેડ, ક્રેયોન, “અમે ક્રેયોન પર અમારા ભાગીદારો અને તેમના ગ્રાહકોને તેમની ક્લાઉડ જર્ની દરમિયાન જટિલતામાંથી સરળતા તરફ જવા માટે મદદ કરીએ છીએ.”વધુમાં, ઉમેય જોશી, પ્રોડક્ટ હેડ, ક્રેયોન,એ ઉમેર્યું કે “ક્રેયોન ખાતે અમે પ્રોસેસીસ,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આઇએસવી (ઈન્ડીપેન્ડન્ટ સોફ્ટવેર વેન્ડર્સ) નું પાલન કરવા માટે રચાયેલ લોકોનું એક યુનિક અને ફ્લેસીબલ કોમ્બીનેશન પ્રદાન કરીએ છીએ, જેથી તેઓ કલાઉડ તરફ વળીને મોટા કસ્ટમર બેઝ પર યુઝર દીઠ કોસ્ટ ના ખર્ચ ને પહોંચી વળવામાં મદદ કરી શકે.”
ક્લાઉડ એટેકનોલોજી ઍક્સેસનું લોકશાહીકરણ છે, તે સમાન ટેકનોલોજીને ઍક્સેસ કરવા સાઈઝ પ્રમાણે, જીઓગ્રાફીકલ લોકેશન અથવા સેક્ટરને ધ્યાનમાં લીધા વિના ઓર્ગેનાઈઝેશનને સક્ષમ કરે છે. માઈક્રોસોફ્ટ ક્લાઉડ ટેક્નોલોજી ફક્ત અદ્યતન નહિ પરંતુ સસ્તું અને ઉપયોગમાં સરળતા,અને સમગ્ર ભારતમાં કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રેડી અવેબીલીટી સાથે સંસ્થાઓ તેમના વિકાસને વધારવા માટે ક્લાઉડ ટેકનોલોજીનો લાભ લેવાનો એક યોગ્ય સમય છે.